કાંકરેજ તાલુકાના માનપુરા ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઇસમોને એલસીબીની ટીમે ઝડપી લીધા હતો. પોલીસે રોકડ સહીત 52 હજાર 470નો મુદ્દામાલ જપ્ત કરી તેઓની વિરુદ્ધ થરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

​​​​​​​બનાસકાંઠા જિલ્લા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા. તે દરમિયાન માંનપુરા ગામે આવતા ખાનગી બાતમી હકિકત આધારે રગનાથ ડાયાભાઇ ઠાકોર રહે.માંનપુરા તા.કાંકરેજવાળાના પોતાના કબજા ભોગવટાના ખેતરમાં કેટલાક ઇસમો પોતાના અંગત સ્વાર્થ માટે ભેગા થઇ ગંજીપાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે પંચો સાથે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતાં (1) કાનજીભાઇ જેમાંભાઇ ઠાકોર રહે.ચેખલા તા.કાંકરેજ તથા (2) શંભુજી મગનજી ઠાકોર રહે.ભદ્રેવાડી તા.કાંકરેજ તથા (3) રગનાથભાઇ ડાયાભાઇ ઠાકોર રહે.માંનપુરા તા.કાંકરેજ તેમજ (4) સુડાજી વિરમજી ઠાકોર રહે.શેરપુરા તા.સમી (5)પ્રેમજી વિરમજી ઠાકોર રહે.શેરપુરા તા.સમી વાળાઓ પૈસાથી ગંજી પાના વડે હાર-જીતનો જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે કુલ 52 હજાર 470 રૂપિયાનો મુદામાલ કબ્જે લઈ તેઓની વિરૂદ્ધમાં થરા પો.સ્ટે. ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.