કાંકરેજના ડુગરાસણમાં રાત્રીના સમયે અજાણ્યા વ્યકિતએ મહિલાના માથાના ભાગે હથિયાર ફટકારી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં 54 વર્ષીય મહિલાના માથાના ભાગે હથિયાર વડે હુમલો કરી તેની મોત નીપજાવ્યું હતું જે બાદ મહિલાએ કાનમાં પહેરેલી સોનાની રીંગની લૂંટ કરી આરોપી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોએ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.