ભાવનગર જિલ્લાની 101 થી ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ પ્રાથમિક શાળાઓમાં ભદ્રાવળના વતની અને મુંબઇ, અમેરિકા સ્થિત વતન પ્રેમી દાતાઓ તરફથી વિવિધ શાળા ઉપયોગી વસ્તુઓ ભેટ આપવામાં આવી છે.                                              જેમાં પદ્માવતી ચેરીટેબલ ટ્રસ્ટ,ભાવનગર ના શ્રીમતી ઇન્દુબેન બીપીનભાઈ શાહ તરફથી ભૂંડરખા, રોહીશાળા, મથાવડા તેમજ ડુંગરપુર વાડી પ્રાથમિક શાળાઓમાં કબાટ આપવામાં આવ્યા છે.સાથે માતુશ્રી સવિતાબેન નાગરદાસ શાહ ભદ્રાવળ વાળા તરફથી સાત શાળાઓ કેજીબીવી શેત્રુંજી ડેમ, રતનપર , જાળીયા (આંકો), જુના સનાળા, દેવલી કે.વ.,પીપરલા તેમજ મોટા ઘાણાની પ્રાથમિક શાળાઓમાં આઇ3 કોમ્પ્યુટર સેટ ફાળવવામાં આવ્યા છે.                                                                                     જ્યારે અમેરિકા સ્થિત માતુશ્રી સૂરજબેન ચુનીલાલ છગનલાલ શાહ પરિવાર તરફથી માંડવડા-1, સોનપરી- 2 અને જૂની છાપરી પ્રાથમિક શાળામાં બાળકો માટે પીવાના પાણીના પરબ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ દાતા તરફથી શેત્રુંજી ડેમ કેન્દ્રવતી શાળાને કબાટ અને ટેબલ,માંડવડા નં 2 શાળાને હીચકા અને લપસણી, અને ઠળિયા કેવ શાળાને સ્માર્ટ ટીવી તેમજ ગરાજીયા શાળાને સ્માર્ટ ટીવી, લેઝિંગ અને ડંબેલ્સના સાધનો, મોટી પાણીયાળી કેવ શાળાને ટેબલ,નાની પાણીયાળી 1 શાળાને લપસણી અને હીંચકા, લાખાવાડ શાળાને ટેબલ, કન્યા વિદ્યાલય પાલીતાણા ને સાઉન્ડ સિસ્ટમ,ભીલવાસ શાળાને ટેબલ અને પંખા,વાળુકડ કેવ શાળાને ટ્રેક સુટ, હડમતીયા શાળાને ટીવી સેટ, જાળીયા (અમ) શાળાને lg ટીવી, વડીયા શાળાને મુવેબલ માઇક, રાણપુરડા કેવ શાળાને લાઇબ્રેરી કબાટ, વણકરવાસ શાળાને ગ્રીન બોર્ડ, ભૂંડરખા-2 શાળાને ગ્રીન બોર્ડ, કબાટ અને ટેબલ તેમજ મોડલ સ્કૂલ માનવડને લેઝીમ સેટ,નવાગામ હાઇસ્કુલ ને સંગીતના સાધનો,કદંમગીરી શાળાને મુવેબલ માઇક, બીઆરસી ભવન પાલીતાણા ને મુવેબલ માઈક,બેલડા શાળા ને એડિશનલ ડ્રેસ,પાદરી ભમ્મરને કબાટ,હાજીપર શાળાને ગ્રીન બોર્ડ, નાની પાણીયાળી આંગણવાડીને હિંચકા, મોટી પાણીયાળી આંગણવાડીને ટીવી, પાલીતાણા આંગણવાડી ને પંખા, ટેબલ અને ખુરશી, લોક વિદ્યાલય માયધર માટે સ્માર્ટ ટીવી સેટ, એમ.એલ.શાહ હાઇસ્કુલ ઠળિયાને ટીવી સેટ, કોટિયા શાળાને ટીવી સેટ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત 1000 બાળકોને શૈક્ષણિક કીટ તેમજ 8000 વેફર્સ બિસ્કીટ નું સૂરજબેન શાહ પરિવાર દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.                                                                                        સાથે માતુશ્રી નિર્મળાબેન શાંતિલાલ શાહ પરિવાર તરફથી ઠાડચ શાળાને માઇક સેટ આને કમ્પ્યુટર, નાની રાજસ્થળી કેવ શાળામાં કબાટ,ઉ.બુ. ડેમ માધ્યમિકમાં પંખા, રાજપરા(ઠા.) લાકડાનો કબાટ, ઉ.બુ.વિદ્યાલય ઠાડચને કબાટ અને ટેબલ, ભુડરખાને કબાટ અને ટેબલ, વીરપુર પાલી શાળાને ટેબલ, ગણેશનગર શાળાને માઇક સેટ, પીપરડી-1ને માઇક, જુનાપાદરને માઈક, પાદરી ગોને માઇક,માખણીયાને લાઇબ્રેરી કબાટ, દૂધેરીને કમ્પ્યુટર લેબ સ્ટેન્ડ, સ્વામી સોસાયટી, મહુવાને માઇક,વીરપુર ચોકને ટેબલ,ગરાજીયાની 3 આંગણવાડીને ટીવી, રોહીશાળાની 2 આંગણવાડીને ટીવી, ગુલાબચંદ ઝવેરચંદ શાહ ભદ્રાવળને માઈક, જગદીશ્વાનંદ નારીને માઇક,ભાખલને માઈક સેટ અને કંટાળા શાળાને લાયબ્રેરી કબાટ આપવામાં આવેલ છે.                                               ઉપરાંત આ સત્કાર્યમાં પ્રેરક રહેલ સુશીલાબેન પરમાનંદ શાહ દ્વારા 500 બાળકોને શૈક્ષણિક કીટ અને 35 જોડણી કોષ પૂરા પાડવામાં આવ્યા છે. તેમજ લાપાળીયા શાળાને હીંચકા અને લપસણી, લાપાળીયા હાઈસ્કૂલને સંગીતના સાધનો, વિઠ્ઠલવાડી શાળાને ગ્રીન બોર્ડ, ખોડીયારનગર પ્રા. શાળાને કોમ્પ્યુટર, રમતના સાધનો અને સ્ટેશનરી, તેમજ ભુતડીયા શાળા ને ખુરશીઓ, નેશીયા આંગણવાડીને વજન કાંટો અને ટેબલ ખુરશી,જીવન જ્યોત વિદ્યાલય રમતના સાધનો, શેત્રુંજી ડેમ આંગણવાડીને ટેબલ અને ખુરશી આપવામાં આવ્યાં હતાં.અને શ્રીમતી નેહાબેન અમિષભાઈ શાહ USA 35 નાના કોશ આપવામાં આવ્યાં.તેમજ શ્રીમતી જયા લક્ષ્મી પ્રવીણચંદ્ર બાબુલાલ શાહ ટ્રસ્ટ મુંબઈ તરફથી 7 ટીવી સેટ, 2 પ્રિન્ટર મેઢા શાળા,સાજણાસર, મોટી રાજસ્થળી કેવ શાળા, પીપરડી-2, ગોપનાથ માધ્યમિક શાળા,દેવલી કન્યાશાળા અને નાની પાનીયાળી આંગણવાડીને ભેટ આપવામાં આવ્યા હતા.                      જયારે રસીલાબેન ધીરજલાલ મહેતા પરીવાર દ્વારા લામધાર શાળાને લાઇબ્રેરી કબાટ, થોરાળી શાળાને કબાટ અને પંખા, વિજાનાનેસ શાળાને મુવેબલ માઇક, નવી દેવલી શાળાને કબાટ,ઘેટી આંગણવાડીને ટીવી સેટ તેમજ 400 જેટલા બાળકોને શૈક્ષણિક કીટ ફાળવવામાં આવી હતી.                     જેમાં દાતાશ્રીઓના આ શિક્ષણ પ્રેમ અને બાળકો પ્રત્યેની લાગણી ની સમગ્ર શિક્ષણ આલમ, વાલી વર્ગમાં પ્રશંસા થઈ રહી છે. આ સત્કાર્યમાં મુંબઈ સ્થિત વતનપ્રેમી દાતા પરમાનંદભાઈ અમૃતલાલ શાહ પરિવાર સહયોગી રહ્યો હતો.