આજે સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેને લઈ વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકો પરેશાન થયા હતા અને દિવસે પણ વાહનોની લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.
આજે જિલ્લાના સરહદી વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેથી વિઝિબિલિટી ઘટી હતી. જેને લઈ હાઇવે પર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમજ લાઈટો ચાલુ રાખી વાહનો ધીમેથી પસાર કરવા મજબૂર બન્યા હતા.