જિલ્લા ભાજપની સુચના મુજબ આજરોજ જામ ખંભાળિયા મા યોગ કેન્દ્ર ખાતે શેહેર ભાજપ કારોબારી યોજાઈ જેમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના એ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને જિલ્લા ભાજપના મહામંત્રી શૈલેષભાઈ કણજારીયા પ્રદેશ કિસાન મોરચાના પાલભાઈ કરમુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર એ અલગ અલગ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું આ શહેર ભાજપ કારોબારીમાં શહેર ભાજપ ટીમ તમામ મોરચાના હોદ્દેદારો નગરપાલિકાના સર્વે સદસ્યો સક્રિય સદસ્યો અને અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ શહેર ભાજપ કારોબારી ને સફળ બનાવવા માટે શહેર ભાજપ ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી તેમજ યુવા ભાજપ દ્વારા સુશોભન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ મહામંત્રી પિયુષભાઈ કણજારીયા દ્વારા કરવામાં આવી હતી