સુરત જિલ્લા LCB પોલીસે બે બુટલગર તેમજ બે વ્યાજખોરીના ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા ચાર આરોપીની અટક કરી અમદાવાદ,વડોદરા અને રાજકોટ ખાતેની મધ્યસ્થ જેલ ખાતે રવાના કરી દેવાયા હતા.સુરત જિલ્લા LCB પી.આઇ બી.ડી શાહની આગેવાનીમાં ગેર કાયેદસર પ્રવૃતિ કરી રહેલા વ્યાજ ખોરી સહિત વિદેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા અને જુદા જુદા પોલીસ મથકમાં ઉચા દરે વ્યાજે નાણાં ધીરનાર સહિતના ગુનાના આરોપી તેમજ પ્રોહી.ગુનાના આરોપીઓ સામે પાસા માટેની દરખાસ્ત તૈયારી કરી મોકલવામાં આવી હતી.જેના ભાગ રૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ ધ્વારા તમામ વિરૂદ્ધ ધી ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાના અધિનિયમ 1885 હેઠળ તેઓ ભયજનક તેમજ બુટલેગર તરીકે પાસાના વોરંટ નીકળતા ચાર આરોપીની અટક કરવામાં આવી હતી.જેમાં (1) ઓલપાડ તાલુકાના કીમ ખાતે આવેલા રાજ રાજેશ્વરી એપાર્ટમેન્ટ ઘર નંબર -308 માં રહેતા નથમલ થાનમલ જૈનની ગેરકાયદેસર ઉચા દરે વ્યાજે નાણાં ધીરધાર બદલ અટક કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે (2) ઓલપાડ તાલુકાના કીમ કઠોદરા રોડ પર આવેલા દર્શન નગરમાં રહેતા નિલેશ કનૈયાલાલ પંજવાણીની ગેરકાયદેસર ઉંચા વ્યાજ વસુલાત સહિત નાણાં ધીરવાના ગુના હેઠળ અટક કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે (3) મહુવા તાલુકાના બીલખડી ખાતે આવેલા દેસાઈ ફળિયામાં રહેતા ધર્મેશ ખુશાલભાઈ ભોયમાલીની બુટલેગર તરીકે અટક કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે તેમજ (4) માંગરોલ તાલુકાના લીમોદ્રા ખાતેના વચલા ફળિયામાં રહેતા કિશન પ્રવીણભાઈ પટેલની બુટલેગર તરીકે અટક કરી રાજકોટ ખાતેની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.ઉપરોક્ત તમામ આરોપીની સુરત જિલ્લા LCB પોલીસ દ્વારા પાસા હેઠળ અટક કરી તમામને જુદી જુદી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.