ધાનેરા માંથી ઉપરથી 21 બસો બંધ કરી દેતા મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા ધાનેરા રાજસ્થાન બોર્ડર ની નજીક આવેલું એક વિકાસશીલ શહેર છે જે ધાનેરા થી ગુજરાત ભરમાં લોકો વેપાર માટે અવરજવર મોટા પ્રમાણમાં થાય છે જ્યારે લોકો આ એસટી સુવિધા ને હિસાબે મુસાફરી શૈલી બને છે પરંતુ સરકાર શ્રી એ ઉપરથી 21 બસો બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જેના કારણે લોકો અન્ય એસ તી બસો માં મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, વળી આગળ લગ્ન ગાળા ની સીઝન આવતી હોવાથી લોકોને મુસાફરીમાં ખૂબ તકલીફ પડે એવું જણાવી આવેછે, ધાનેરા ની મુખ્ય બસો જે વર્ષો પહેલા થી ચાલતી હતી જેવી કે ધાનેરા સુરત,ધાનેરા ડીસા અંબાજી ,નેનાવા ડીસા પાટણ વડનગર, ધાનેરા ખીમત પાંથાવાડા,ધાનેરા ડીસા પાટણ વડનગર, થરાદ રાહ ધાનેરા રાહ ડેડવા, ધાનેરા રાહ થરાદ આ બસો મુસાફરો ને સારી સગવડા મળતી હતી, જેથી એસટી વ્યવહાર નિગમ આ એસ ટી બસો ચાલુ કરે તેવી ધાનેરા ના લોકો ની વિનંતી છે.