બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની ગઢડા રેફરલહોસ્પિટલના ડોકટર રાહુલ અહલગામા અને અનુભવી નરશીગ સ્ટાફ અને આશા બહેનો દ્વારા છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ સફળ ડિલિવરીકરાવાઈ અને પ્રશંસનીય કામગીરી કરતા ગઢડા તથા આજુ બાજુના ગામના લોકો માટે ગઢડા રેફરલ હોસ્પિટલ આશીર્વાદ સમાન બની રહીછે. ગઢડા તાલુકાના ભીમડાદ ગામના વતની અને ગઢડા રેફરલ હોસ્પિટલ મા ડોકટર તરીકે ફરજ બજાવતા ડો. રાહુલ અહલગામા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે અહીંયા સિઝેરિયન ઓપરેશન નથી થતું તો દર્દીને ૨૪ કિલોમીટર દૂર બોટાદ દર્દી સમયે પહોચે અને માતા તથા બાળક સુરક્ષિત રહે એ રીતે જોખમ સાથે ડિલિવરી થાય છે.ત્યારે ગઢડા રેફરલ હોસ્પિટલ મા છેલ્લાં ૨૪ કલાકમાં એક પણ માતા કે બાળક ના મરણ વગર ૧૦ સફળ ડીલીવરી કરાવવામાં આવેલ. જેમાં ૧૦ પૈકી કેટલીક જોખમી ડીલેવરી કરાવવામાં આવેલ જેમાં મશીનથી થી ડિલિવરી,ઊંધું બાળકની ડિલિવરી મરડો થયો હોય એ સાથે પેટની અંદર મરી ગયેલા બાળક ની નોર્મલ ડિલિવરી,ભરડો નીચે આવી ગયેલા ની નોર્મલ ડિલિવરી,ચેપ લાગેલા દર્દીની ડિલિવરી,ડિલિવરી પછી વધુ પડતું લોહી પડવું, બ્લડ પ્રેસર સાથે ડિલિવરી જેવી જોખમી ડીલેવરી કરાવામાં આવેલ.! આમ, ગઢડા તાલુકાની ગઢડા રેફરલ હોસ્પિટલના ડોકટર રાહુલ અહલગામા અનેઅનુભવી એવા નર્સિંગ સ્ટાફ અને આયા બેન દ્વારા 10 સફળ ડિલિવરી કરવામાં આવી.! ગઢડા રેફરલ હોસ્પિટલ ખાતે 6 તારીખ નાં સાંજના 6વાગ્યા થી 7 તારીખ નાં 6 વાગ્યા સુધી માં ટોટલ 10 ડિલિવરી સફળરીતે કોઈ પણ પ્રકારના complication વગર કરાવવામાં આવી આડિલીવરી દરમિયાન એક બેબી ને જન્મ પસી રડ્યું નઈ જેથી તેને તાત્કાલિક નર્સિંગ સ્ટાફ દ્વારા પોતાના અનુભવ થી cpr aapi ne ૧૫મીનીટની મહેનત બાદ સફળ રહ્યા અને બેબી ને બચાવી લેવામાં આવ્યું છે, તેમજ તુરંત તેને બોટાદ બાળકો ના ડોક્ટર પાસે એમ્બ્યુલન્સ ના અનુભવી સ્ટાફ એવા મયુરભાઈ રજા ઉપર હોવા છતાં તેઓ તાત્કાલિક ફરજ પર આવીને તે બોટાદ લય ને ગયા અને બેબી ને બચાવી લેવામાં આવ્યું સે હાલ માં બાળક ની તબિયત સારી છે ત્યારે ડોકટર રાહુલ અહલ ગામા અને અનુભવી સ્ટાફની આગવી સૂઝબૂઝથી કામગીરી કરવામાં આવતા ગઢડા પંથકના લોકોને સમય તથા નાણાંના બચાવથી રાહત મળી છે.! ગઢડા રેફરલ હોસ્પિટલના ડોક્ટર અને અનુભવી સ્ટાફ ની સરાહનીય કામગીરી થી ગઢડા શહેર અને તાલુકાના મધ્યમ વર્ગના, નાના, અને પછાત પરીવારોને ડિલીવરી માટે ખાનગી હોસ્પિટલમા મસમોટી ફિ થી રાહત મળી છે જેથી ગઢડા તેમજ તાલુકાના આગેવાનો અને બહેનો ડોકટર અને નરશીગ તેમજ સ્ટાફ નીકામગીરીને બિરદાવી રહ્યા છે.!