બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ધાનેરા તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં ઓરીના રોગમાં વધારો થતા અનેક બાળકો ઓરીના રોગથી પીડાઈ રહ્યા છે જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ ઓરીના રોગને ડામવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં પણ ઓરીના કેસોમાં વધારો જોવા મળી રહ્યા છે..

છેલ્લા કેટલાક સમયથી ધાનેરા શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં ઓરીના રોગમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અનેક બાળકો ઓરીના રોગથી પીડાઈ રહ્યા છે ધાનેરાની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં પણ ઓરીના રોગના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા પણ ઓરીના રોગને ડામવા માટેની તૈયારીઓ કરાઈ છે અને બાળકોને વિટામિન એ પીવડાવવાની તેમજ અન્ય બાળકોને ચેપી રોગથી દૂર રાખવા માટે ની આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સૂચન કરવામાં આવી રહ્યુ છે તો બીજી તરફ વધતા જતા ઓરીના લક્ષણોને લઈને તંત્ર પણ કામે લાગ્યું છે ઓરીના લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા અને આંગણવાડીમાં પણ આરોગ્ય ટીમો દ્વારા સર્વેન્સ હાથ ધરવામાં આવ્યું છે અને વિટામિન સી તથા લક્ષણ હોય તેવા બાળકોના સેમ્પલો પણ લેવાની તજવીજ હાથ ધરી છે..

ધાનેરા સહિત સમગ્ર ગુજરાતમાં એક બાદ એક રોગોને લઈ લોકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે પહેલા કોરોના અને હવે ઓરીમાં પણ અનેક બાળકરોગ સામે લડી રહ્યા છે ધાનેરાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે ધાનેરા ખાનગી હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાત ડોક્ટર દ્વારા પણ લોકોને ઓરીના રોગ સામે રક્ષણ મેળવવા સલાહ આપવામાં આવી છે તો બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં પણ દિવસના 5 થી સાત ઓરીના કેસો સામે આવી રહ્યા છે..