રાજુલા જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે રહેતા અને પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા યુવકને ₹1,20,000 ના છેતરપિંડીની ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જાફરાબાદ તાલુકાના વઢેરામા રહેતા એક યુવકના 11 વર્ષના બાળકની રાજકોટના શખ્સ બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર બાળકોના કેમ્પમા કરાવી આપવાની લાલચ આપી કટકે કટકે રૂપિયા 1.20 લાખની રકમ મેળવી લઇ છેતરપીંડી આચરી હતી.

વઢેરામા રહેતા વિનોદભાઇ ભાયાભાઇ સોલંકી (ઉ.વ.25) નામના યુવકે જાફરાબાદ પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ગ્રામિણ પોસ્ટ ઓફિસમા નોકરી કરે છે. આજથી આઠેક માસ પહેલા પુત્ર નક્ષ (ઉ.વ.11)ની તબીયત બગડી હતી જેથી ઉના હોસ્પિટલમા રીપોર્ટ કરાવતા તેને થેલેસેમીયાની બિમારી હોવાનુ નિદાન થયુ હતુ. અને બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર કરાવવી પડે તેમ હોય જેથી દીનેશભાઇ નારણભાઇ જોગદીયાએ વાત કરી હતી કે તેમનો મિત્ર યશરાજ કાંતી ચાવડા હોસ્પિટલમા નોકરી કરે છે.

બાદમા વિનોદભાઇએ રાજકોટના યશરાજ ચાવડાનો સંપર્ક કર્યો હતો. તેમણે બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર રાજકોટમા સાડા ત્રણ લાખ રૂપિયામા થાય છે પરંતુ બાળકોના કેમ્પમા 1.50 લાખમા કરાવી આપવાનુ કહ્યુ હત અને કટકે કટકે 1.20 લાખ પડાવી લીધા હતા.