ફરીયાદી :-

એક જાગૃત નાગરીક.

આરોપી :- 

અલ્પેશકુમાર ભોજાભાઈ ખેર, 

ઉ.વ.૩૨, 

ધંધો:- નોકરી;

નાયબ મામલદાર,વહીવટ, કલેકટર કચેરી, પાટણ.

વર્ગ -૩ 

લાંચની માંગણીની રકમ :- 

રૂા. ૫,૦૦,૦૦૦/- 

લાંચની સ્વીકારેલી રકમ :

રૂા. ૫,૦૦,૦૦૦/-

લાંચની રીકવરકરેલ રકમ

રૂા. ૫,૦૦,૦૦૦/-

ગુનાની તારીખ :-  

તા. ૨૬/૦૮/ર૦ર૩

ટ્રેપનું સ્થળ :-   

ધી જનતા મેડીકલ સ્ટોર, જનતા હોસ્પિટલની બાજુમાં,પાટણ.

ટુંક વિગત :-

આ કામના ફરિયાદીએ જમીન ખરીદેલ,જે જમીન એન.એ. કરાવવા સારૂ આક્ષેપિતને મળેલ. આ કામ ના આક્ષેપિત પાટણ કલેકટર કચેરીમાં નાયબ મામલતદાર

 (એ. ડી.એમ.શાખા) તરીકે ફરજ બજાવતાં હોઈ ફરિયાદી ની કામગીરી કરાવી આપવા સારૂ આક્ષેપીતે ફરિયાદી પાસે લાંચ પેટે રૂપિયા ૫,૦૦,૦૦૦( પાંચ લાખ) ની લાંચની માંગણી કરેલ. જે લાંચ ની રકમ ફરિયાદી આપવાં માંગતા ન હોય ફરિયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ કરતાં આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આક્ષેપિતે રૂા.૫,૦૦,૦૦૦/- લાંચની માંગણી કરી,રૂબરૂ સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત. 

નોંધ :-

આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ટ્રેપીંગ અધિકારીશ્રી :-   

શ્રી એમ.જે.ચૌધરી., 

પો.ઇન્સ. એ.સી.બી. પાટણ 

સુપરવીઝન અધિકારી:-

શ્રી વી.એસ.વાઘેલા, 

ઈ.મદદનીશ નિયામક,  

એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ.