દક્ષિણ ગુજરાતમાં હાથીપગા (ફાઈલેરિયા) રોગના શંકાસ્પદ કેસો મળી આવતા સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે અને આ રોગ વધુ ન વકરે તે માટે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ આરોગ્ય વિભાગે અલગ અલગ ટીમો બનાવી રાત્રિના સમયે લોકોના બ્લડના સેમ્પલ લઇ સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

હાથીપગા રોગને નાથવા માટે આરોગ્ય વિભાગ સાબદુ બન્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પણ આરોગ્ય વિભાગે અલગ અલગ ટીમો બનાવી સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે. ખાસ કરીને આ રાત્રિના સમયે 8 થી 12 વાગ્યા સુધીમાં લોહીમાં આ વાયરસ વધારે એક્ટિવ થતો હોવાથી આરોગ્ય વિભાગની ટીમો રાત્રે સેમ્પલ લેવા માટે ઘરે ઘરે ફરી રહી છે. લોહીના સેમ્પલ લઇ આવતી કાલે તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આવશે. ત્યારબાદ સેમ્પલ પોઝિટિવ આવતા તેની સારવાર શરૂ કરવામાં આવશે. ત્યારે અત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાથીપગા રોગને પ્રસર્તો અટકાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગે અલગ અલગ 100 જેટલી ટીમો બનાવી સર્વેન્સની કામગીરી શરૂ કરી છે.

આ અંગે આરોગ્ય કર્મચારી નિરંજનભાઈએ જણાવ્યું હતું કે, હાથીપગા રોગનો વાયરસ ખાસ કરીને રાત્રે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં બ્લડમાં સક્રિય થતો હોય છે. જેથી આરોગ્ય વિભાગે અલગ અલગ ટીમો બનાવી રાત્રિના સમયે બ્લડ સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. આ સેમ્પલ લીધા બાદ તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવશે. ડીસામાં તમામ લેબ ટેક્નિશિયનને ડેપ્યુટેશન આપી દામા ખાતે સેમ્પલના ટેસ્ટીંગ માટે મોકલ્યા છે. સેમ્પલ પોઝિટિવ આવ્યા બાદ જે તે દર્દીની સારવાર શરૂ કરાશે.

ડીસા અર્બન વિસ્તારમાં ફાઈલેરિયા નિયંત્રણ પ્રોગ્રામ હેઠળ વોર્ડમાં રાત્રિ સર્વિલન્સ કામગીરી કરવામાં આવી હતી. જેમાં ડીસા અર્બન સ્લમ તેમજ નોન સ્લમ વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરી રાત્રિ દરમિયાન સ્લાઇડ લેવામાં આવેલ, TMPHS નિરંજનભાઈ અને અર્બન હેલ્થ સેન્ટર 2ના આરોગ્ય સુપરવાઈઝર હરિસિંહ ચૌહાણ તથા સુપરવાઈઝર ભડથ તથા અર્બન mphw તેમજ ડીસા શહેરી વિસ્તારમાં દરેક વોર્ડ વાઈઝ બે-બે ટીમ પાડી સર્વેની કામગીરી કરાઈ હતી.