વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે પાટડી તાલુકાના ખેરવા ગામે કોંગ્રેસ અને પાસના આગેવાનો મળી 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. બજાણા જિલ્લા પંચાયતની સીટ માટે લડેલા કોંગ્રેસના ઉમેદવાર સહિત પાસના આગેવાનો બહોળી સંખ્યામાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.સુરેન્દ્રનગર અનુસુચિત જાતિ મોરચાના જિલ્લા ભાજપ પ્રમુખ એન.કે.રાઠોડ, વઢવાણના ભાજપ આગેવાન ચંદ્રેશભાઇ પટેલ, ત્રિભોવનભાઇ પટેલ અને ખેરવા ગામના યુવા સરપંચ જીજ્ઞેશ રાઠોડ સહિતના ગામ આગેવાનો દ્વારા ખેરવા ગામે બજાણા જિલ્લા પંચાયતની સીટ માટે લડેલા કોંગ્રેસના ઉમેદવાર ચિરાગભાઇ પટેલ સહિત પાસના આગેવાનો સાગરભાઇ પટેલ, જયેશભાઇ પટેલ અને કિશનભાઇ પટેલ સહિત કોંગ્રેસ અને પાસના આગેવાનો મળી 100થી વધુ કાર્યકરો આજે દસાડા વિધાનસભાના ભાજપના ઉમેદવાર પી.કે.પરમાર, દિલીપભાઇ પટેલ અને રણજિતસિંહ ઝાલા અને એન.કે.રાઠોડ સહિતના આગેવાનોની હાજરીમાં કેસરિયો ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા