ગીરસોમનાથ એસ.ઓ.જી. દ્વારા જુદા જુદા સોશ્યલ મિડીયા સતત વોચ રાખવામાં આવતી હોય, અને જીલ્લામાં થોડા સમય અગાઉ એક ઇસમે સોશ્યલ મિડીયામાં હથીયાર સાથેનો વિડીયો જોવામાં આવતા ગીરસોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી એ.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન અનુસાર સદર ઇસમની ગુપ્ત વોચ રાખેલ, દરમ્યાન તા.૦૪/૦૮/૨૦૨૩ ના એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. ઇબ્રાહીમશા બાનવા તથા લખમણભાઇ મેતા તથા નરવણસિહ ગોહિલ તથા ગોવિંદભાઇ વંશ તથા નારણભાઇ ચાવડા તથા પો.હેડ કોન્સ. સુભાષભાઇ ચાવડા તથા કમલેશભાઇ પીઠીયા તથા શાંતીલાલ સોલંકી તથા ગોપાલભાઇ મોરી તથા પો.કોન્સ.મેહુલસિંહ પરમાર તથા પ્રકાશભાઇ એ રીતેના પોલીસ સ્ટાફ સાથે એસ.ઓ.જી. લગત કામગીરી સબબ ઉના વિસ્તારમાં હતા, દરમ્યાન સંયુકત બાતમી આધારે કાન્તીભાઇ ઉકાભાઇ પરમાર, ઉવ.૩૪ રહે.સૈયદરાજપરા તા.ઉના જી.ગીર સોમનાથ વાળાને ઉના, ટાવર ચોક, પાસેથી પકડી વિડીયો ફોટામાં રહેલ રીવોલ્વર બંદુક પોતાના મીત્ર ધર્મેન્દ્રગીરી બાલુગીરી ગૌસ્વામી રહે.અહેમદપુર માંડવી ચેક પોસ્ટની બાજુમાં વાળા પાસેથી વિડીયો/ફોટો પડાવવા લીધેલ હોય, જે ૩૨ બોર રીવોલ્વર બંદુક-૧ તથા કાર્ટીસ-૦૬ સહીત કી.રૂ.૫૦,૦૦૦/- વાળી કાન્તીભાઇ પરમારે ગે.કા. લાયસન્સ કે પરવાના વગર વિડીયો ફોટા પડાવવા પોતાના કબ્જામાં રાખી તથા ધર્મેન્દ્રગીરી ગૌસ્વામીએ પોતાની પરવાના વાળી રીવોલ્વર બંદુક આપી હથીયાર ધારાના નિયમોનો ભંગ કરેલ હોય જેથી હથિયાર મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજી. કરાવેલ.