રાજકોટ વિભાગના નવ નિયુક્ત પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબૃતથા દેવભૂમિ દ્વારકા

જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબનાઓએ દારૂ જુગારની પ્રવ્રુતી નેશ્ત નાબુદ કરવા સબબે આપેલ સુચના અને

માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી કે.કે.ગોહિલ નાઓની રાહબરી હેઠળ પો.સ.ઈ. શ્રી બી.એમ.દેવમુરારો તથા શ્રી

એસ.એસ.ચૌહાણ નાઓની અલગ-અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ દરમ્યાન આજરોજ એલ.સી.બી. સ્ટાફના માણસો ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાણપર બરડાડુંગર વીસ્તારમાં પેટ્રોલીંગ ફરતા હતા. દરમ્યાન એ.એસ.આઈ. કેશરભાઈ ભાટીયા, તથા પો.કોન્સ. દેવાભાઇ મોઢવાડીયા નાઓને મળેલ ચોકકસ બાતમી આધારે ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં આવેલ ધામણીનેશમા રહેતો નીચે જણાવેલ નામવાળો આરોપી તેના ઘરની સામેના ભાગે આવેલ પાણીની ઝરમા દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે જે બાતમી આધારે ધ્રામણીનેશમા હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા દેશી દારૂ બનાવવાનો કાચો આથો લીટર ૧,૦૦૦/- કિ.રૂા- ૨,૦૦૦/- નો તથા દેશીદારૂ ગાળવાની ભઠીના સાધનો પતરાના બેરલ નંગ ૦૭ કિ.રૂ.૦૦/૦૦ તથા તાંબાની ગોળાકાર નળીઓ નંગ ૦૨ કિ.રૂ ૧,૦૦૦/- નો મળી કુલ રૂ.૩૦૦૦/-નો મુદામાલ પકડી પાડી ફરારી આરોપી વીરુધ્ધ ભાણવડ પો.સ્ટે ખાતે ગુન્હો રેકર્ડ કરવામા આવેલ

ફરારી આરોપી:-

(૧) ભાયાભાઇ વાઘાભાઇ કોડીયાતર રહે-ધ્રામણીનેશ, બરડોડુંગર તા-ભાણવડ જી-દેવભુમીદ્રારકા

કામગીરી કરનાર ટીમ

એલ.સી.બી. - દેવભૂમિ દ્રારકા ના પોલીસ ઇન્સ. શ્રી કે.કે.ગોહિલ સાહેબની રાહબરી હેઠળ PSI બી.એમ.દેવમુરારી તથા એસ.એસ.ચૌહાણ ASI કેશુરભાઇ ભાટીયા,,સજુભા જાડેજા, ભરતભાઇ ચાવડા,, વીપુલભાઇ ડાંગર, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસીહ ચુડાસમા, મસરીભાઇ ભારવાડીયા, અરજણભાઈ મારૂ, HC લાખાભાઇ પીંડારીયા,, જેસલસીહ જાડેજા,પ્રદીપસીંહ જાડેજા,સહદેવસીંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, કુલદિપસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા,PC દેવાભાઇ મોઢવાડીયા,ગોવીંદભાઇ કરમુર,મસરીભાઇ છુછર,વિશ્વદીપસીહ જાડેજા, મેહુલભાઇ રાઠોડ,સચીનભાઇ નકુમ, અરજણભાઇ આંબલીયા