જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે અનેક નેતા અભિનેતાની સાથે રાજ્યકક્ષાના આગેવાનો અંબાજી દર્શનાર્થે આવતા હોય છે જ્યારે આમ તો આડા દિવસે પણ અંબાજી મંદિરમાં ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહેતો હોય છે પણ પૂનમના દિવસે ભક્તો મોટી સંખ્યામાં અંબાજી દર્શનાર્થે પહોંચતા હોય છે જ્યારે આજે મહાસુદ પૂનમના દિવસે વહેલી સવારથી અંબાજી મંદિરમાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા
અંબાજી મંદિરમાં ભક્તોએ દર્શન કરી ગરબા રમી આસ્થા સાથે ધન્યતા અનુભવી હતી અનેક ભક્તો ધજા લઈ અંબાજી મંદિર ચાચર ચોકમાં ગરબા રમતા પણ જોવા મળ્યા હતા શક્તિપીઠ અંબાજી મંદિર માં આજે મહા સુદ પૂનમના દિવસે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટેલું જોવા મળ્યું હતું 51 શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ એવું યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરવા ભક્તો નો પ્રવાહ જોવા મળતો હોય છે જ્યારે આગામી દિવસોમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પણ ભક્તોનું ઘોડાપૂર અંબાજી ખાતે જોવા મળશે…!