ખંભાત તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઓ.એન.જી.સી પ્લે ગ્રાઉન્ડ ખાતે TPL ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દહેડા ક્લસ્ટર ટીમનો ૮૧ રને ભવ્ય વિજય થયો હતો.જ્યારે કાણીસા ક્લસ્ટરનો.પરાજય થયો હતો.પરિણામે ઓ.એન.જી.સીના ચેરમેન-વેંકટેશ સાહેબ અને શિક્ષક સંઘના પ્રમુખ વિજયસિંહ ગોહિલના હસ્તે ચેમ્પિયન ટ્રોફી દહેડા ક્લસ્ટર ટીમને એનાયત કરાઈ હતી.
આજ રોજ દહેડા ક્લસ્ટર ટીમ અને કાણીસા ક્લસ્ટર ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી.જેમાં દહેડા ટીમે ૭ વિકેટે ૧૩૪ રન કર્યા હતા.જ્યારે તેની હરીફ ટીમ કાણીસાએ ૮ વિકેટે ૫૩ રન બનાવ્યા હતા.૮૧ રનથી દહેડા ક્લસ્ટર ટીમ વિજેતા બની હતી.ફાઇનલમાં સૌથી વધુ ૪૩ રન કરી અણનમ રહેનાર અને ૩ વિકેટ ઝડપનાર ખેલાડી સલમાન પઠાણ 'મેન ઓફ ધ મેચ' બન્યા હતા.જ્યારે દરેક મેચમાં વિકેટ ઝડપનાર ખેલાડી ચિંતન પ્રજાપતિ 'મેન ઓફ ધી સિરીઝ' બન્યા હતા.
Captain હિતેશ પરમારે વિજેતા ટ્રોફી મેળવીને ટીમના દરેક ખેલાડીને ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.
(સલમાન પઠાણ-ખંભાત)