ભુજ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશન દ્વારા e - FIR અવેરનેસ કાર્યક્રમ ભુજ અદાણી મેડિકલ કોલેજ ખાતે યોજાયો 

જે.આર.મોથલીયા , પોલીસ મહાનિરીક્ષક , રેન્જ , ભુજ તથા સૌરભસિંઘ , પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ - ભુજનાઓએ તથા શ્રી જે.એન.પંચાલ , નાયબ પોર્લીસ અધિક્ષક, ભુજ વિભાગ , ભુજનાઓએ પશ્ચિમ કચ્છ - ભુજ જીલ્લામાં e - FIR અવેરનેસ કાર્યક્રમ સારૂ આપેલ સુચના સંદ્રભે e - FIR અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો . 

આજરોજ ભુજ શહેર બી ડિવીઝન પોલીસ પશ્ચિમ કચ્છ - ભુજ અને અદાણી મેડિકલ કોલેજના સંયુકત પ્રયાસથી e - FIR અવેરનેસ પોગ્રામ જે.આર.મોથલીયા સાહેબ , પોલીસ મહાનિરીક્ષક , રેન્જ , ભુજનાઓની અધ્યક્ષતામાં અદાણી મેડિકલ કોલેજ ખાતે રાખવામાં આવેલ હતો . જેમા શ્રી સૌરભસિંઘ સાહેબ , પોલીસ અધિક્ષક , પશ્ચિમ કચ્છ - ભુજ તથા જે.એન.પંચાલ , નાયબ પોલીસ અધિક્ષક , ભુજ વિભાગ , ભુજ તથા કે.સી.ગૌસ્વામી જીલ્લા સરકારી વકીલ ભુજ , ડો . શ્રી બાલાજી પિલ્લાઈ , મેડિકલ ડાયરેકટર , GAIMS , ભુજ તથા ડો . એન.એન.ભાદરકા એસો . ડીન , મેડિકલ કોલેજ , ભુજ તથા શ્રી ફાધર જોમાન , આચાર્ય સેન્ટ ઝેવિયર્સ સ્કુલ , ભુજનાઓ ઉપસ્થિત રહેલ હતા , જે કાર્યક્રમનો મુખ્ય ઉદેશ e FIR બાબતે અવેરનેસનો હતો જે અંતર્ગત ભુજ નગરપાલિકાના કાઉન્સિલરો , અદાણી મેડિકલ કોલેજ , ભુજ તથા સેન્ટ ઝેવિયર્સ સ્કુલ , ભુજના વિધ્યાર્થી તથા વિધ્યાર્થીનીઓને ગુજરાત રાજયના ગૃહ વિભાગ તરફથી SMART પોલીસીંગના ભાગરોપે તારીખ .૨૩ / ૦૭ / ૨૦ રરના રોજ લોન્ચ કરવામાં આવેલ e - FIR જે સીટીઝન પોર્ટલ અને સીટીઝન ફર્સ્ટ એપ અંતર્ગતની સુવિધા ઉમેરવામાં આવી જે વિશે શ્રી જે.આર.મોથલીયા સાહેબ , પોલીસ મહાનિરીક્ષક , રેન્જ , ભુજ તથા સૌરભસિંઘ સાહેબ , પોલીસ અધિક્ષક , પશ્ચિમ કચ્છ ભુજનાઓએ તથા શ્રી જે.એન.પંચાલ , નાયબ પોલીસ અધિક્ષક, ભુજ વિભાગ , ભુજનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ , કે.સી.ગૌસ્વામી જીલ્લા સરકારી વકીલ ભુજ , ડો. બાલાજી પિલ્લાઈ , મેડિકલ ડાયરેક્ટર , GAIMS , ભુજ તથા શ્રી પી.વી.વાઘેલા , પોલીસ ઈન્સપેકટર ભુજ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશનનાઓ તરફથી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ ભુજ નગરપાલિકાના કાઉન્સિલરો , રોટરી કલબના મેમ્બરો , માનવ જયોત સંસ્થાના સભ્યો તથા અદાણી મેડિકલ કોલેજ , ભુજ તથા સેન્ટ ઝેવિયર્સ સ્કુલ , ભુજના વિધ્યાર્થી તથા વિધ્યાર્થીનીઓને સીટીઝન ફર્સ્ટ એપ મોબાઈલમાં ડાઉનલોડ કરવા જણાવવામાં આવ્યું હતું .