વિદ્યાર્થીઓને વિદેશ ગયા પછી લોનના નામે હેરાન કરવા એ ખોટું છે. હાર્દિક પઢીયારની સરકારને રજૂઆત
Education Loan : હાર્દિક પઢીયારએ પત્રલખી રજૂઆત કરી કે, `ગુજરાત સરકારની યોજના અંતર્ગત ગુજરાત બિન અનામન શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે, વિદ્યાર્થીઓને વિઝા મળ્યા બાદ એડમિશન પણ મળી જાય છે, પરંતું વિદેશ જવાનું થઈ જાય ત્યારે લોન મળતી નથી.
ડીસા NSUI ના પ્રમુખ હાર્દિક પઢીયારએ સરકારને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ વિદેશ અભ્યાસ માટે લોન મંજૂર કરવા રજૂઆત કરી છે. તેઓ પત્રમાં વિદ્યાર્થીઓને લોન સમયસર ન મળતી હોવાની ફરિયાદ કરી છે. સાથે જ કહ્યું કે, વીઝા મળ્યા બાદ પણ વિદ્યાર્થીઓને લોન નથી મળતી. તેથી ગુજરાત સરકાર વિદેશ અભ્યાસ લોનની પદ્ધતિ સરળ કરવા રજૂઆત કરી.
વિદેશ જવાની ઘેલછા આપણે સૌ જાણીએ છીએ. આવામાં કેટલાકનું વિદેશ જવાનુ સપનુ સાકાર થતુ નથી. આવામાં વિદેશમાં ભણવા માટે લોન મોટી મદદ સાબિત થતી હોય છે. પરંતુ હવે આ લોન પણ સરળતાથી મળી નથી રહી. આ કારણે વિદેશ જવા ઈચ્છતા લાખો વિદ્યાર્થીઓનું સપનુ રગદોળાય છે. તેથી જ NSUI પ્રમુખ હાર્દિક પઢીયારએ આ અંગે સરકારમાં અવાજ ઉઠાવ્યો છે. તેઓએ પત્ર લખીને જલ્દીથી એજ્યુકેશન લોનની સમસ્યા દૂર કરવા અપીલ કરી છે.