હિંમતનગર સ્પોર્ટસ સંકુલ ખાતે વિવિધ રમતો માટે પસંદગી પ્રક્રિયાનુ આયોજન હાથ ધરાશે

    સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્રારા સંચાલિત જિલ્લા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત હાઇટના આધારે અં- ૧૪ વય જૂથના ખેલાડીઓ એટલે કે તા. ૦૧/૦૧/૨૦૧૦ પછી જન્મેલા ભાઇઓ અને બહેનો માટે હેન્ડબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ, જુડો, ફેન્સીંગ વગેરે રમતો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવમાં આવ્યું છે. જેમાં રસ ધરાવતા ભાઇઓ અને બહેનોને તા. ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૩ સવારે ૯:૦૦ કલાકે પોતાના આધારકાર્ડ અને જન્મ તારીખના દાખલાની નકલ સાથે સાબર સ્ટેડીયમ હિંમતનગર ખાતે સ્વ ખર્ચે હાજર થવાનું રહેશે.

    આ પસંદગી પ્રક્રિયામાં ઉંચાઇના માપદંડ નક્કી કરાયા છે. ૧૧વર્ષના ભાઈઓ માટે ૧૬૦+ અને બહેનોની ૧૫૫+ ઉંચાઈ, ૧૨વર્ષના ભાઈઓ ૧૬૮+ અને બહેનો માટે ૧૬૩+ ઉંચાઈ, ૧૩વર્ષના ભાઈ માટે ૧૭૩+ અને બહેનો માટે ૧૬૬+, ૧૪વર્ષના ભાઈઓ માટે ૧૭૯+ અને બહેનો માટે ૧૭૧+ ઉંચાઇ ધરાવતા હોય તે જરૂરી છે.

   આ કસોટી વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરીનો સંપક કરવો અથવા ડીસ્ટ્રિકટ કોચ શ્રી વિપુલભાઈ કોકણી મો.(૯૫૮૬૭૬૮૧૯૬) શ્રી વિજયભાઇ પટેલ મો.(૯૪૦૮૭૪૭૫૫૧) સાથે સંપર્ક કરવા જિલ્લા રમત ગમત વિકાસ અધિકારીશ્રી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.