બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ડાઉવા ગામે મહા સુદ ૧૨ ને ગુરૂવાર તા ૨/૨/૨૦૨૩ ના રોજ શ્રી ચામુંડા માતાજી તથા ઠાકર મહારાજ તથા ગોગ મહારાજના બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું સમસ્ત હેમાસિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાઉવા પંથકના દુર દુર ગામોમાંથી પધારેલા ભક્ત જનોએ મોડી રાત્રી સુધી ભજન સતસંગની સરવાણી વહાવી હતી.જેના બીજા દિવસે સવારે ૮ કલાકે પ્રાત: પુજા સ્થાપિત દેવીની મહાપુજા, ૮/૧૫ કલાકે શોભાયાત્રા, ૯ કલાકે શાંતિક પોષ્ટિક હોમ સ્થાપિત દેવતાનો હોમ, ૧૨/૩૯ કલાકે પ્રાણપ્રતિષ્ઠા સાથે માતાજીનો મંદિરમાં મંગલ પ્રવેશ, ૪/૧૫ કલાકે યજ્ઞ તેમજ છેલ્લે મહાઆરતી સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રી મણીશંકર દવે તથા ગણપતલાલ મણીશંકર દવે દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ડાઉવાના ગ્રામજનો, મહેમાનો, આગેવાનો, માતાઓ બહેનો ઉપસ્થિત રહીને ભોજન પ્રસાદ લીધો હતો અને પ્રાણ પ્રતિષ્ઠાની રંગેચંગે ઉજવણી કરી હતી...

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं