વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતી નિમિત્તે ઠેર ઠેર જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં દિયોદર તાલુકાના સણાદર ખાતે પંચાલ સમાજના સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું પંચાલ સમાજના ચાર પરગણા દ્વારા દર વર્ષે વિશ્વકર્મા ભગવાનની જયંતી નિમિત્તે સમુહલગ્ન મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે જેમાં દિયોદર તાલુકાનુ મીની અંબાજી ધામ તરીકે પ્રખ્યાત સણાદર ખાતે સમુહલગ્ન મહોત્સવ યોજાયાં હતાં જેમાં 10 જેટલા નવદંપીઓ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં બીજી તરફ વાત કરીએ તો છેલ્લા 14 વર્ષથી સમુહલગ્ન મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતી ઓને આશીર્વાદ પાઠવ્યા હતા બીજી તરફ વાત કરીએ તો સમુહલગ્ન મહોત્સવ માં મેડીકલ કેમ્પ જેવા અલગ અલગ સ્ટોલો જોવા મળ્યા હતા અને એક સાથે ચાર પરગણા ના લોકો જોવા મળ્યા હતા અને સાથે ભોજન સમારંભ કર્યું હતું.આ પંચાલ સમાજ સમૂહ લગ્ન ની સાથે સાથે ૧૦૦૦ લોકોને પૂરી અને ભાતનું દિયોદર લાયન્સ કલબ પરિવાર દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.અનાજનો કોઈપણ જગ્યાએ બગાડ ના થાય અને અનાજનો સદુપયોગ થાય તેવી એક પ્રેરણા પણ દિયોદર લાયન્સ કલબ પરિવાર વતી સેવાકીય પ્રવુતિ સાથે સંકળાયેલા પ્રદીપભાઈ શાહ,રસિકભાઈ ત્રિવેદી આચાર્યશ્રી ,વિરમભાઈ પંચાલ જોડાયા હતા...