આજે સવાર સવારમાં દેશની અનેક જગ્યા ભુકંપ થી ધનધણી ઉઠી હતી, સૌપ્રથમ મણિપુરના ઉખરૂલમાં શનિવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જ્યા ભૂકંપ સવારે 6:14 મિનિટ પર આવ્યો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ માહિતી અનુશાર ઉખરૂલમાં 4.0 ની તીવ્રતાના ભૂકંપના ઝટકા આવ્યા હતા. આ પહેલા શુક્રવાર રાત્રે ઉત્તરપ્રદેશના શામલીમાં પણ ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. જ્યારે ગુજરાતના સાવરકુંડલામાં આવેલા મીતીયાળા પંથકમાં 5 મિનિટમાં 3 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિમી દૂર નોંધાયું હતુ. આજે ફરી સતત ભૂકંપના આંચકાથી ગામડાઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મીતીયાળા અને ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો હતો. સવારના 7.52 , 7.53 અને 7.55 એમ 5 મિનિટમાં જ ભૂકંપના ત્રણ વખત આંચકા આવ્યા હતા. જ્યારે ખાંભા પંથકમાં ગુરુવારે રાત્રે 10.50 કલાકે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેર ઉપર 2.8 ની તીવ્રા નોંધાઈ હતી. મીતીયાળા, સાકરપરા , ધજડીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા,