અત્રે જીલ્લાના સાયબર કાઈમ પો.સ્ટે . ખાતે ગત જાન્યુઆરી -૨૦૨૩ દરમ્યાન , અલગ અલગ અરજદારોની સાથે નાણાકીય ફ્રોડ થયેલ , નાણાકીય ફ્રોડ અંતર્ગત સ્ક્રીન શેરિંગ એપ ઑ.ટી.પી , ફ્રોડ , કસ્ટમર કેર નંબર ફ્રોડ , શિપિંગ શુલ્ક , આર્મીમેનનું નામ ધારણ કરવું જેવી તરકીબો થી લોકો ભોગ બન્યા હતા .

અત્રેના પો.સ્ટે . ખાતે આ બાબતે અરજીઓ મળતા તાત્કાલીક જીણવટભરી તપાસ કરી અને અરજદારોના નાણા પરત આવે તે માટે આગળની કાર્યવાહી કરી કુલ -૧૬ ( સોળ) અરજદારોના કુલ રૂ .૩,૬૮,૩૫૯ / - પરત અપાવી તેઓને ૧૦૦ % રકમ પરત અપાવવાની કામગીરી કરેલ

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમરેલી દ્વારા જીલ્લાના તમામ નાગરિકોને સાયબર ક્રાઈમથી સુરક્ષીત રહેવા માટે અપીલ કરવામાં આવે છે .

સાયબર ક્રાઈમથી બચવા આટલું ધ્યાનમાં રાખો.

1 ) કોઇપણ બેંક મેનેજર એટીએમ બંધ થવા સંબંધે ક્યારેય ફોન કરતા જ નથી .

 2 ) કોઇ બેંક કે એટીએમ સંબંધે અજાણ્યા ફોન આવે ત્યારે કોઇને બેંકની ડીટેઈલ , એટીએમ કાર્ડ ડીટેઈલ કે ઓટીપી નંબર આપવો નહીં ,

3 ) એટીએમ રૂમમાં એટીએમ કાર્ડ દાખલ કરો છો તે સ્લોટ ડુપ્લીકેટ લગાવેલ છે કે નહી ચેક કરી લેવો , તેમજ પાસવર્ડ જુએ નહીં તે એટીએમ રૂમમાં અન્ય કોઇ વ્યક્તિને પ્રવેશ થવા દેવા નહીં .

4 ) મોબાઇલ ઇનબોક્ષમાં પૈસા જમા કે કપાતનો કોઇ ફ્રોડ મેસેજ આવે તો બેંક સિવાય ક્યાંય ખરાઇ કરવી નહીં.

5 ) કૌન બનેગા કરોડપતિ કે અન્ય કોઇ લોટરીના નામે ક્યારેય પૈસા ભરવા નહીં .

 6 ) અજાણ્યા કોન દ્વારા આધારકાર્ડ અપડેટ કે મોબાઇલ સીમકાર્ડ વેરીફીકેશન કરવાના બહાને કોઇ માહિતી શેર કરવી નહીં .

7 ) ઓછા વ્યાજદરની લોન કે લોભામણી જાહેરાત માટે ક્યારેય કોઇ લીંકમાં પર્સનલ માહિતી સબમીટ કરવી નહીં .

8 ) નોકરી આપવાની જાહેરાત માટે કોઇ વેબસાઇટમાં બાયોડેટા કે બેંક ડીટેલ સબીટ કરવી નહીં .

9 ) OLX વેબસાઇટમાં ઓનલાઇન વાહન ખરીદી જેવા કિસ્સાઓમાં કોઇ આર્મી તરીકેની ઓળખ આપી ક્રોડ કરતા હોય છે , ત્યારે ઓનલાઇન પેમેન્ટ કરવું જ નહીં .

10 ) ગુગલ વેબસાઇટમાં ક્યારેય ગુગલ - પે , ફોન - પે , પેટીએમ કે અન્ય એપ્લીકેશનના કસ્ટમર કેર નંબર સર્ચ કરવા નહીં . જે તે એપ્લીકેશનમાં જ કસ્ટમર કેર નંબર દર્શાવેલ હોય છે .

11 ) મોબાઇલ ટાવરના બહાને ફેક લેટરપેડ મોકલી ખોટી લાલચ આપતી ટોળકીથી સાવધ રહો .

12 ) ફેસબુક , જી - મેઇલ જેવા સોશ્યલ મિડીયામાં એકાઉન્ટ સેટીંગ અને પાસવર્ડ સિક્યુરિટી સ્ટ્રોન્ગ રાખવી .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી