પોસ્ટલ જીવન વીમા નો ક્લેમ માત્ર નવ દિવસમાં જ વારસદાર ચૂકવવામાં આવ્યો

ખેડબ્રહ્મા તા.3 આજરોજ માનનીય અધિક્ષક ડાકઘર દ્વારા માનનીય તાલુકા વિકાસ અધિકારી ની હાજરી માં સ્વ નલિકાંત ભાઈ ગાંધી નું આકસ્મિક અવસાન થતાં વિસ્તરણ અધિકારી સ્વ. નલીનભાઇ ગાંધી ના વારસદાર ને પોસ્ટલ જીવન વીમા ના મૃત્યુ દાવાનો ચેક અર્પણ કરવામાં આવ્યો. પોસ્ટ વિભાગે દાવો રજૂ કર્યા ના ફક્ત 9 દિવસ માં જ ચેક આપી ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી છે. પોસ્ટલ જીવન વીમા નો લાભ લેવા માનનીય અધિક્ષક દ્વારા સર્વે ને અપીલ કરવામાં આવી. આ પ્રસંગે સ્વર્ગસ્થના કુટુંબીજનો ફિલ્ડ ઓફિસર ઓફિસર પી.પી પારેખ ડેવલોપમેન્ટ ઓફિસર ઉમંગભાઈ ભટ્ટ તથા નાયબ તાલુકા વિકાસ અધિકારી મામેરા તથા મોટી સંખ્યામાં લોકો ખેડબ્રહ્મા તાલુકા પંચાયત સભાખંડમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જીવન વીમા નિગમ ચેક ચૂકવવામાં આવ્યો ત્યારે સૌએ પોસ્ટલ જીવન વીમા ની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી