ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 500 અને 2000 રૂપપિયાની નકલી નોટોના ચલણ અંગે લોકોને ચેતવણી આપી છે.નાણાકીય વર્ષ 2021-22 માટે આરબીઆઈના રિપોર્ટ અનુસાર,2000 રૂપિયાની નકલી નોટોના સક્યુલેશનમાં 52%નો વધારો થયો છે અને સાથે જ 500 રૂપપિયાની નકલી નોટોના સર્કયુલેશનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અન્ય મૂલ્યોની નકલી નોટોના સર્ક્યુલેશનમાં વધારો થયો છે,જેમ કે 10 રૂપિયાની નકલી નોટોમાં 16.4%નો વધારો,50 રૂપિયાની નકલી નોટોમાં 16.5%નો વધારો,20 રૂપિયાની નકલી નોટોમાં 11.7%નો વધારો અને 200 રૂપિયાની નકલી નોટોમાં 11.7%નો વધારો.RBI વ્યક્તિઓને તમામ પ્રકારની કરન્સી સંભાળતી વખતે સાવચેતી રાખવા અને જરૂરી સાવચેતી રાખવા અને કોઈપણ શંકાસ્પદ નોટની જાણ અધિકારીઓને કરવા વિનંતી કરી રહી છે.