ખેડા જિલ્લા ના ઠાસરા તાલુકાના યાત્રાધામ ફાગવેલ  પાસે આવેલાં છેવાડા નાં ગામ નનાદરા ખાતે સમસ્ત નનાદરા સમાજ એકતા સમિતિ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવ આયોજન કરવામાં આવ્યો..

 તારીખ ૨/૨/૨૦૨૩ ગુરુવાર નાં દિને સમસ્ત નનાદરા સમાજ એક્તા  સમિતિ દ્રારા યોજાયેલ સમૂહ લગ્નોત્સવ મોં હિન્દુ સમાજની ૫ ગરીબ દીકરીઓ લગ્ન ના બંધને ભંધાયા.. આજ નો આ કાર્યકમ નનાદરા ગામના હિન્દૂ-મુસ્લીમ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યો હતો. આજ ના આ કાર્યકમ માં ખેડા જિલ્લાના ઠાસરા/ગળતેશ્વર તાલુકાના.. આંતરરાષ્ટીય શ્રેષ્ઠ પત્રકાર રત્ન એવોર્ડ વિજેતા ગુજરાત સમાચાર નાં પ્રેસ ફોટોગ્રાફર કાંતિલાલ ખ્રિસ્ચન પત્રકાર ને પ્રમુખ સ્થાન આપી ગામના હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનોએ ફુલો થી સન્માન કરવામાં આવ્યું હતુ....