બિહારના નાલંદા જિલ્લામાંથી એક અજીબોગરીબ ખબર આવી રહી છે. જ્યાં એક પરીક્ષા સેન્ટરમાંથી વિચિત્ર મામલો સામે આવ્યો છે. હકીકતમાં આ સમગ્ર મામલો બિહારશરીફની બ્રિલિએન્ટ કન્વેંટ સ્કૂલનો છે. જ્યાં અલામા ઈકબાલ કોલેજ બિહારશરીફના વિદ્યાર્થી મનીષ શંકરનું એક્ઝામ સેન્ટર હતું. સૌથી મોટી વાત એ છે કે, કોલેજેના જે રૂમમાં આ વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યો હતો, ત્યાં ફક્ત 322 છોકરીઓ પરીક્ષા આપી રહી હતી, મતલબ 322 છોકરીઓની વચ્ચે મનીષ રુમમાં એકમાત્ર છોકરો હતો, જે પરીક્ષા આપવા આવ્યો હતો. હકીકતમાં મનીષ કુમારે પોતાના પરીક્ષા ફોર્મમાં મેલની જગ્યા જેન્ડર કેટેગરીમાં ફીમેલ લખી નાખ્યું હતું. જેના કારણે તેનું સેન્ટર છોકરીઓ માટે બનાવામાં આવેલા પરીક્ષા કેન્દ્ર બ્રિલિયંટ કોન્વેંટ સ્કૂલમાં આવ્યું. જેવું આજે પ્રથમ પાળીમાં ગણિત વિષયની પરીક્ષા આપવા માટે સેન્ટર પહોંચ્યો તો ચોંકી ગયો. છાત્ર પરીક્ષાર્થીઓની વચ્ચે એકલો હતો અને બાકીની તમામ છોકરીઓ હતી.
પરીક્ષાર્થી મનીષ જેવો સેન્ટરમાં પહોંચ્યો પોતે થોડો અસહજ અનુભવી રહ્યો હતો, જે બાદ ઠંડીના કારણે તેના માથામાં દુખાવો થવા લાગ્યો અને ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યો. આ બાજૂ તાત્કાલીક તેને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો. જે બાદ તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. મનીષના પરિવારે જણાવ્યું કે, મારો દીકરાએ પોતાને છોકરીઓથી ઘેરાયેલો જોઈને નર્વસ થઈ ગયો અને બેભાન થઈને ચક્કર ખાઈ નીચે પડ્યો. મનીષ સાયન્સ વિષયમાં બારમાં ધોરણની પરીક્ષા આપવા આવ્યો હતો. ગૌણમાં તેણે ગણિત વિષય રાખ્યો હતો. જે તબિયત ખરાબ થવાના કારણે તે પરીક્ષા આપી શક્યો નથી. ત્યારે આવા સમયે બાકીના પાંચ પેપર પણ તેને આ પરીક્ષા સેન્ટરમાં આપવા પડશે. આ બાજુ જિલ્લા શિક્ષણ અધિકારી કેશવ પ્રસાદે જણાવ્યું છે કે, એડમિટ કાર્ડમાં ફીમેલ ભરેલું છે. તેના કારણે તે છોકરીઓ માટે બનાવેલા પરીક્ષા કેન્દ્રમાં તેનું નામ આવ્યું. ફોર્મ ભરવામાં ભૂલ થઈ જેના કારણે સમસ્યા આવી છે. હાલમાં વિદ્યાર્થીએ તે જ સેન્ટરમાં પરીક્ષા આપવી પડશે. બાદમાં જેન્ડર ચેન્જ કેટેગરીમાં સુધારો કરી દેવામાં આવશે.