પહેલી વાર ઠાસરા અને અમદાવાદ ના 10 દિવ્યાંગ બાળકો દ્વારા થાઈલેન્ડ ના ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ માં ભારત નું પ્રતિનિધિત્વ કર્યું.
રંગસાગર પર્ફોમિંગ આર્ટસ જેના સ્થાપક નરેશભાઈ પટેલ દ્વારા ભારતીય સંસ્કૃતિ ને સંગીત અને નૃત્યો દ્વારા વિદેશ ની અંદર પ્રચાર કરવાનું કાર્ય કરી રહી છે.અને વી.એસ.ગાંધી ચેરીટેબલ ના વિશિષ્ઠ શિક્ષિકા મિનાક્ષીબેન પંડ્યા અને નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ નિલેશભાઈ પંચાલ કે જે મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ ને વિવિધ તાલીમ આપવાનું કામ કરે છે એ બન્ને સંસ્થા દ્વારા વિદેશની ધરતી ઉપર ભારત નો ઝંડો લહેરાવાના હેતુ સર,દિવ્યાંગ બાળકો સહ થાઈલેન્ડ ની અંદર ડાન્સ ફેસ્ટિવલમાં ભાગ લઈ સમગ્ર ગુજરાત અને ભારત નું નામ રોશન કર્યું છે.
બન્ને જાણીતી સંસ્થા ના દિવ્યાંગ કલાકારો હતા.
આ ફેસ્ટિવલમાં ભારત,ઇન્ડોનેશિયા, કોરિયા,સિંગાપોર, કંબોડીયા, થાઈલેન્ડ ,શ્રીલંકા એમ 7 દેશ ના નોર્મલ બાળકો સાથે ગુજરાત2 ના આ દિવ્યાંગ કલાકારો એ ભાગ લીધો હતો.
ફેસ્ટિવલ માં થાઈલેન્ડ ની રાજાભાટ યુનિવર્સીટી ચેરમેન દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
અને બાળકો નો વધુ ઉત્સાહ વધે એના માટે દરેક બાળક ને સુવિનિયર અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
ગુજરાતના કલાકારો દ્વારા ગણેશ સ્તુતિ,શિવતાંડવ, ગરબા, રાજસ્થાન નૃત્ય કરવા માં આવ્યું હતું.
મનો દિવ્યાંગ વિદ્યાર્થીઓ ની પ્રથમ ઇન્કલ્યુઝીવ ડાન્સ ટુર હતી.
રિપોર્ટર સૈયદ અનવર ઠાસરા ખેડા ગુજરાત..