અપહરણના ગુન્હામાં છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ પોલીસ ટીમ
સુરત ગ્રામ્યના કોસંબા પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ પોલીસ ટીમ.
સુરત ગ્રામ્યના કોસંબા પો.સ્ટે.ના ફ.ગુ.ર.નં .૯૭ / ૨૦૧૯ ઇ.પી.કો.કલમ -૩૬૩,૩૬૬ મુજબના ગુન્હાના કામે પકડવાનો બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતો આરોપીને રાજુલા ટાઉન મફતપરા મુકામેથી ચોકકસ બાતમી આધારે આરોપી તથા ભોગબનનારને શોધી કાઢી આગળની કાર્યવાહી માટે સી.આર.પી.સી. કલમ -૪૧ ( ૧ ) આઇ મુજબ અટક કરી સુરત ગ્રામ્યના કોસંબા પો.સ્ટે.ને સોપી આપવા તજવીજ કરેલ છે.
વોન્ટેડ પકડાયેલ આરોપીની વિગત
કમલેશભાઇ ગોવિદભાઇ વાળા ઉ.વ. .૨૫ ધંધો.મજુરી રહે.સાહોલ વડોલી વાંક તા , જી.સુરત હાલ રહે.રાજુલા મફતપરા વડલી રોડ તા.રાજુલા જી.અમરેલી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ . જે.એન પરમાર તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ . ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ . સંજયભાઇ કનુભાઇ ધાંઘળ તથા હેડ કોન્સ . ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પો.કોન્સ . રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ . મિતેષભાઇ કનુભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ છે
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી