ભીલડીની રાજ બંગલો સોસાયટીના મકાન માંથી દાગીના અને રોકડની ચોરી..

પરિવાર પાલનપુર ગયો તસ્કરોએ હાથ ફેરો કર્યો..

રોકડા સોના ચાંદીના દાગીનાની કરી ઉઠાન્તરી...

ત્રણ મહિનામાં આઠ વાર ચોરી થતા લોકોમાં ભયનો માહોલ...

નવી ભીલડી રાજ બંગલોઝ સોસાયટીમાં રહેતા મકાન માલિક પાલનપુર પોતાના દીકરાને ત્યાં ગયા અને તસ્કરોએ મકાન માંથી હાથ ફેરો કરી ગયા. તસ્કરોએ સોના ચાંદીના અને રોકડા 8 હાજર અને એક પૈસા ભરવાનો ગલ્લા ની ઉઠાંતરી કરી હતી. નવી ભીલડી રાજ સોસાયટી ખાતે રહેતા સિંધી હારુણરસીદભાઈ બચુમિયા ભીલડી પશુ દવાખાના માં વેટેનરી ડ્રેસર તરીકે નોકરી કરે છે જેવો પોતાના દીકરાને ત્યાં પરિવાર સાથે ગયા હતા તે દરમિયાન ઘરના દરવાજો તોડી રાત ના સુમારે અજાણ્યા સકશો દ્વારા અંદર ઘર માં પડેલી અલગ અલગ ત્રણ તિજોરી તોડી અંદરથી સોનાની બે બુટી, 1 તોલા ની તેમજ 8000 રોકડા, ચાંદીની બે તોડી, ચાંદીનો દોરો અને પૈસા ભરવાનો ગલ્લા સહિત તસ્કરો દ્વારા ઉઠાંતરી કરવામાં આવી હતી જેઓ એ પાલનપુરથી આજ રોજ સોમવારના તારીખ 30-1- 2023 ના રોજ પોતાના ઘરે ભીલડી પરત આવી દરવાજો ખુલ્લો માલૂમ પડતા ઘરનો સામાન વેરવિખેર જોતા પોતે આજુ બાજુમાં જાણ કરી હતી અને પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.ઉલ્લેખનીય છે કે ભીલડીમાં વારંવાર ચોરીઓના બનાવ બનવાથી લોકોમાં અને વેપારીઓમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે અને ભીલડી માં અવર નવર દિન પ્રતિ દિન ચોરીઓ ના બનાવ બની રહ્યા છે અને ત્રણ મહિનામાં તસ્કરો દ્વારા આ વિસ્તાર માં આઠ મકાન ને નિશાન બનાવવામાં આવ્યા છે