*છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીમાં આવેલા શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય માથુ પણ ફાટી જાય એટલી ગંદગી નું નિર્માણ*
છોટાઉદેપુર ખાતે આવેલા તાલુકા પંચાયત કચેરીમાં આવેલા શૌચાલયમાં ગંદકી નુ સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ખાસ મહત્વની વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકા પંચાયતમા ઉચ્ચ અધિકારીઓને પણ અવર જવર થતી હોય છે. પરંતું કોઈપણ દરકાર લેવા તૈયાર નથી જ્યારે છોટાઉદેપુર આદિવાસી જીલ્લો હોવાથી અને તાલુકા પંચાયતમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો આવતા હોય છે. પરંતુ અજાણ અને ભોળી પ્રજા આવા ગંદકી થી ખદ બદ તા શૌચાલયમાં જવા લોકો મજબૂર બન્યા છે. તો તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગશે એ જોવાનું રહ્યું..
દેશના વડાપ્રધાન નરેન્દ્ર દિલ્હીમાં રાજપથ પર સ્વચ્છ ભારત અભિયાન ની શરૂઆત કરતાં કહ્યું કે ભારત એમને સ્વસ્થ ભારતના રૂપમાં શરૂઆત કરતા કરી હતી સ્વચ્છતાના જન આંદોલનની આગેવાની કરતાં પ્રધાનમંત્રીએ લોકોને આહ્વાન કર્યું કે, તેઓ એક સાફ અને સ્વચ્છ ભારતના મહાત્મા ગાંધીના સ્વપ્નને પુરું કરે. શ્રી નરેન્દ્ર મોદીએ પોતે મંદિર માર્ગ પોલિસ સ્ટેશન પાસે, સફાઈ અભિયાન શરૂ કર્યું. હતુ પ્રધાનમંત્રી દ્વારા ગંદકી સાફ કરવા માટે ઝાડુ પકડવાના કારણે સ્વચ્છ ભારત અભિયાન દેશભરમાં એક જન આંદોલન બની ગયું. તેમણે કહ્યું કે લોકોએ ન તો ગંદકી કરવી જોઈએ અને ન બીજાને કરવા દેવી જોઈએ. તેમણે ‘ન ગંદકી કરીશું ન કરવા દઈશુ’ નો મંત્ર આપ્યો. શ્રી મોદીએ સ્વચ્છતા અભિયાનમાં સામેલ થવા માટે ૯ લોકોને આમંત્રિત પણ કર્યા અને તેમને અનુરોધ કર્યો કે તેઓ પણ અન્ય ૯ લોકોને આ પહેલમાં જોડે. આ અભિયાનમાં સામેલ થવા માટે લોકોને આમાંથી પણ કરવામાં આવ્યા હતા. પરંતુ અહીંયા તો કંઈ અલગ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી.