ગાંધી નિર્વાણ દિને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ
જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે બે મિનિટનું મૌન પાળી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
સાબરકાંઠા જિલ્લામાં મહાત્મા ગાંધીજી નિર્વાણ દિન અને શહિદ દિન નિમિત્તે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે કલેક્ટરશ્રી હિતેષ કોયાની ઉપસ્થિતિમાં અને જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહની ઉપસ્થિતિમાં બે મિનિટનું મૌન પાળીને દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય ગાંધીજી અને દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર શહીદોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે એ વીર શહીદોની સ્મૃતિમાં અને પૂજ્ય ગાંધીજીના નિર્વાણ દિને સવારે ૧૧ વાગ્યે જિલ્લા તથા તાલુકાની જુદી - જુદી કચેરીઓ ખાતે, સબ જેલ હિંમતનગર ખાતે જેલના કેદીઓ અને સંબંધિત અધિકારીશ્રીઓ, કર્મચારીઓએ શહીદોની સ્મૃતિમાં બે મિનિટનુ મૌન પાળી, શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.