આજ રોજ 30જાન્યુઆરી જી.વી.વાઘેલા કોલેજ વખામા "ગાંધીનિર્વાણ દિન "અને ગુજરાતી સર્જક સ્વ.મધુસુદન પારેખને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળી, ત્યારબાદ ગુજરાતીના સિનિયર અધ્યાપક બળવંતસિંહ ઠાકોર એ ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો અને સ્વ.મધુસુદન પારેખના સાહિત્ય સર્જનની રજૂઆત કરી હતી. કાર્યક્રમને અનુરૂપ પ્રો. ભગીરથસિંહ વાઘેલા અને પ્રો.જીગરભાઈ વાણીયા સાહેબ એ પણ ગાંધીબાપુનું જીવન અને વિચાર રજુ કર્યા હતા.વિદ્યાર્થીઓમાં સંયમી અને પ્રવીણ એ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થી જગદીશ સોલંકી એ ગાંધીબાપુનું સુંદર ચિત્ર કોલેજને અર્પણ કર્યું હતું.કાર્યક્રમની આભારવિધી પ્રો.વિનયસિંહ પરમાર દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.લાલુભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા સમગ્ર સ્ટાફનો સહયોગ રહ્યો હતો.