લાખણી (મેરૂજી પ્રજાપતિ)

ભૂગર્ભ જળસમસ્યા નિવારવા કટિબદ્ધ ધારાસભ્યશ્રી કેશાજીચૌહાણ દિયોદર વિધાનસભાના દરેક ગામોની મુલાકાત લઈ આભાર દર્શન સાથે ગ્રામ્યજનોના પ્રશ્નો નિવારવા પ્રયત્નશીલ બનેલ છે. 

જે અંતર્ગત આજરોજ લાખણી તાલુકાના મટું, ચેકરા, કમોડા, ડેકા,ડોડાણા વિગેરે ગામોની ધારાસભ્યશ્રી તથા લાખણી તા.પ.પ્રમુખ અને શ્રીલક્ષમણ ભાઈ પટેલે મુલાકાત લીધેલ.પ્રસંગે આભાર વ્યક્ત કરતા શ્રી કેશાજી ચૌહાણે જણાવેલ કે. આપણે સૌના સાથ સહયોગથી ચૂંટણી જીત્યા હવે આપણે સૌએ સમસ્યાઓ ઉપર વિજય મેળવવા સહિયારો પ્રયત્ન કરવો જોઈએ.વધુમાં જણાવેલ કે

આપણા ગામના પ્રાથમિક પ્રશ્નો. જેતે વિષયે પડતી મુશ્કેલીઓ નિવારવા યુવાનોએ આગળ આવવું જોઈએ. યુવાનોને આહવાન કરતા જણાવેલ.કે ગામની વિકાસયાત્રામાં યુવાનો સહભાગી બની અને ગામે-ગામ ગ્રામ્ય કમિટીનું ગઠનકરી સ્થાનિક પ્રશ્નોનો નિકાલ કરવા પ્રયત્નશીલ બનવુ જરૂરી છે. નર્મદાના નીરથકી તળાવમાં પાણી નાખવાની માગણી સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન આપતા ધારાસભ્યશ્રીએ જણાવેલ કે રોડ-રસ્તાની સરકારની યોજના અમલીકરણમાં છે. નહેરથી ત્રણ કિ.મી. ના અંતરે આવતા તળાવો માં પાણી નખાશે જ્યારે ત્રણ.કિ. મી.ની ત્રીજીયા માં ન આવતા ગામોના તળાવોમાં પાણી ભરવા અંગે ના જવાબમાં જણાવેલ કે.અમુક યોજનાઓ બજેટેડ હોઈ આગામી દિવસોમાં સહિયારા પ્રયાસો થકી યોજનાને અમલમાં લાવવા પ્રયત્નો હાથ ધરાશે.