રાજ્યભરમાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા મોકુફ રખાઈ હતી. ગુજરાત એટીએસ વડોદરામાંથી એક્ઝામ સેન્ટરના સંચાલકો સહિત 16 જેટલા લોકોની અટકાયત દ્વારા કરવામાં આવી છે. જેમાં અરવલ્લી જિલ્લાના બાયડમાં કેતન બારોટ નામના શખ્સનું નામ સામે આવ્યું છે. છેલ્લા 9 વર્ષથી એડમિશનની દુનિયામાં મોટું નામ ધરાવતો હોવાની માહિતી સામે આવ્યું છે.
પેપરલીક કાંડમાં અરવલ્લી જિલ્લાના બાયડમાં કેતન બારોટ નામના શખ્સનું નામ સામે આવતા ગુજરાત ATS દ્રારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેતન દિશા એજ્યુકેશન નામે કન્સલ્ટન્સીના ધંધો કરે છે. ગોરખધંધામાંથી મબલખ રૂપિયા રળતો કેતન બારોટ વૈભવી કારોના શોખીન છે. છેલ્લા 9 વર્ષથી એડમિશનની દુનિયામાં મોટું નામ ધરાવતો હોવાની માહિતી મળી છે. કેતન બારોટ અગાઉ બોગસ એડમિશન મામલે જેલમાં રહી ચુક્યો છે. તે દિલ્હીની તિહાડ જેલમાં પણ રહી ચુક્યો છે. કેતન બાયડ અમદાવાદ ખાતે સંપત્તિ ધરાવે છે.
16 જેટલા લોકોની અટકાયત: આ વખતે પેપરલીક કાંડનું એપીસેન્ટર વડોદરા બન્યું છે. વડોદરામાંથી એક્ઝામ સેન્ટરના સંચાલકો સહિત 15 જેટલા લોકોની અટકાયત ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી છે. વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલા સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસીસને સીલ કરાવામાં આવ્યું છે. સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસ પર પોલીસનો બંદોબસ્ત મુકાયો છે. સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસીસમાંથી ઝડપેલા એક આરોપી પાસેથી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર મળી આવ્યું હતું.