અમરેલી જીલ્લાની કુલ -૩ ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં ૧૯૯૪ થી છેલ્લા ૨૮ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી રાજુલા પોલીસ ટીમ.

અમરેલી જિલ્લાના કુલ -૦૩ પો.સ્ટે.ના અલગ અલગ ઘરફોડ ચોરીઓના ગુન્હાઓના કામે ૧૯૯૪ થી પકડવાનો બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા છેલ્લા ૨૮ વર્ષથી નાસતા ફરતાં વોન્ટેડ આરોપીને રાજુલા પો.સ્ટે.ના હિંડોરણા મુકામેથી ચોકકસ બાતમી આધારે પકડી પાડી આગળની કાર્યવાહી માટે લાગતા વળતા પો.સ્ટે.ને સોપી આપવા તજવીજ કરેલ છે.

વોન્ટેડ પકડાયેલ આરોપીની વિગત

 માનસીંગ રંગા ઉર્ફે રંગલા મોહનીયા ઉવ .૭૦ ધંધો મજૂરી, રહે.કારું ગામ, બીલવાલ ફળીયુ, તા.ધાનપુર, જી.દાહોદ,

ગુન્હાની વિગત ( ૧ ) સાવર કુંડલા ટાઉન પો.સ્ટે.ફ.ગુ.ર.ને ૬૩/૧૯૯૪ ઇ.પી.કો કલમ -૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ ( ૨ ) અમરેલી સીટી પો.સ્ટે.ફ.ગુ.ર.નં .૮૧ / ૧૯૯૪ ઇ.પી.કો.કલમ -૪૫૭,૩૮૦ મુજબ ( ૩ ) સાવર કુંડલા ટાઉન પો.સ્ટે.ફ.ગુ.ર.નં .૪૧ / ૧૯૯૪ ઇ.પી.કો.કલમ -૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ 

આ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ . જે.એન પરમાર તથા પો.સબ ઇન્સ . એ.એમ.રાધનપરા તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ . ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ . સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ . રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ . મિતેષભાઇ કનુભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ છે.