ખંભાતના તાલુકાના વડગામ ખાતે ગોદાપરા વિસ્તારમાં ઝાડ કાપવા બાબતે બોલાચાલી થતા આવેશમાં આવી હાથમાંના ધારીયાથી હુમલો કરતા કાન કાપી નાખતા ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
ખંભાત તાલુકાના વડગામ ખાતે ગોદાપરા વિસ્તારમાં ગગજીભાઈ વિરસંગભાઈ પોતાના પરિવાર સાથે રહે છે.શંકરભાઈ માનસિંહ સોલંકી પણ છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે.છૂટક મજૂરી કરવા ગયા હતા તે દરમિયાન બંને વચ્ચે ઝાડ કાપવા બાબતે બોલાચાલી થઈ હતી.જે દરમિયાન આવેશમાં આવી શકરભાઈએ હાથમાનો ધારીયો મારી દેતા ગગજીભાઈનો ડાબો કાન કપાયો હતો.જેથી ફરિયાદીને ફરિયાદ આધારે ખંભાત ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.