- ગળતેશ્વર તાલુકામાં ડાયાલીસીસ સેન્ટર શરૂ 

- તાલુકા પંચાયતના પ્રમુખ નમ્રતાબેન દ્વારા ડાયાલીસીસ સેન્ટર ખુલ્લું મુકાયું

              ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલીયા ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર સંકુલમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડાયાલીસીસ પ્રોજેકટ હેઠળ ગળતેશ્વર તાલુકામાં ડાયાલીસીસ સેન્ટરની વર્ચ્યુઅલ અર્પણવીધી કરી શરૂ કરવામાં આવ્યું ગળતેશ્વર તાલુકામાં દરરોજ બે ડાયાલીસીસ મશીનો દ્વારા બે થી ત્રણ દર્દીઓની આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે કિડનીની ગંભીર બીમારીથી પીડાતા ગળતેશ્વર તાલુકાના દર્દીઓને સરેરાશ રૂપિયા 3 થી 4 હજાર ખર્ચીને નડિયાદ કે અમદાવાદ જવું પડતું હતું જો કે હવેથી દર્દીઓને તાલુકામાં જ સુવિધા મળશે આ અંગેની વધુ માહિતી આપતા ગળતેશ્વર તાલુકાના ડાયાલીસીસ સેન્ટરના ટેક્નિશિયને જણાવ્યું સરકાર તરફથી કિડનીના દર્દી માટે જરૂરી ઇન્જેક્શન અને દવાઓ કિડની હોસ્પિટલ અમદાવાદન સહયોગથી દર્દીઓ જીવે ત્યાં સુધી આજીવન દવા પુરી પાડવામાં આવી રહી છે. જે સ્થાનિક દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થશે

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વર