ગાંધીધામમાં દબાણ દૂર કરવાના મુદ્દે dpa ના અધિકારીઓ ઉપર હુમલાના પ્રયાસો ગાંધીધામ સંકુલમાં છેલ્લા લાંબા સમયથી બેરોકટોક રીતે દબાણની પ્રવૃત્તિ' વધી રહી છે. આ ગેરકાયદેસરની ગતિવિધિ ઉપર નિયંત્રણ લાદવા માટે ડીપીએ ટુકડીએ દબાણ દૂર કરવાની કાર્યવાહી આરંભી હતી. દરમ્યાન ગેરકાયદેસર રીતે પાર્કિંગ બનાવનાર અતિક્રમણકારે ડીપીએના કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી કાર્યવાહી અટકાવી હોવાના અહેવાલ સાંપડયા હતા. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર શહેરની ભાગોળે આવેલી નૂરી મસ્જિદ પાસે ડીપીએના પ્લોટમાં હમઝા પાર્કિંગ નામ તળે ઓરડી બનાવી વાહન ઉભા રખાવી છેલ્લા બે વર્ષથી કથિત દબાણ' થયું હોવાની ફરિયાદના આધારે પોર્ટ પ્રશાસનની ટુકડીએ ગત રોજ ખાનગી સુરક્ષાકર્મીઓને સાથે રાખીને દબાણ દૂર કરવાની' કામગીરી આંરભી હતી. દરમ્યાન અતિક્રમણકારે ડીપીએના અધિકારીઓ સાથે' બોલાચાલી કરી, અસંસદીય ભાષાનો ઉપયોગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા હુમલાના પ્રયાસો કરી કાર્યવાહી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બબાલને પગલે એક તબક્કે મામલો ગરમાતાં પોલીસ' બોલાવવાની ફરજ પડી હતી.પોર્ટ અધિકારી અને દબાણકાર વચ્ચેના ઘર્ષણને લઈને' દબાણ દૂર કરવાની પ્રક્રિયા અટકી' હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા.આ બનાવને સમર્થન આપતાં' ડીપીએના જનસંપર્ક અધિકારી' ઓમપ્રકાશ દાદલાણીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે,આ પ્લોટની લીઝ વર્ષ 2018થી પૂર્ણ થઈ ચૂકી છે. અત્રેથી પોર્ટની માલિકી દર્શાવતું બોર્ડ મૂકવામાં આવ્યું છે.આગામી દિવસોમાં અતિક્રમણ દૂર કરાશે. પોર્ટની જમીન ઉપર દબાણ કરનારા સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરાશે તેવું તેમણે ઉમેર્યું હતું. આ કામગીરીમાં શ્રી નિવાસ રાવ સરના માર્ગદર્શન અને હાજરી હેઠળ ઓમ પ્રકાશ દાદલાની, રાજેશ ઈસરાની, સહાયક ઇજનેર મનીષ હિંગો રાણી,જુનિયર એન્જિનિયર અને આઠ ડીપીએ ચોકીદારો સ્થળ પર અતિક્રમણ હટાવવાની કામગીરીમાં મશીનરી અને સાધનો સાથે હાજર રહ્યા હતા. *રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BJP's Tarun Chugh Receives Massive Backing from Pahari Community, PM Modi's ST Status Decision Revered as Strong Leadership Move
In a resounding show of appreciation, prominent Pahari leaders gathered in Delhi today to express...
मुले पळविण्याच्या अफवांवर विश्वास ठेवू नये नागरिकांनी सतर्क राहावे - पोलीस अधीक्षक बच्चन सिंह
मुले पळविण्याच्या अफवांवर विश्वास ठेवू नये नागरिकांनी सतर्क राहावे - पोलीस अधीक्षक बच्चन सिंह
नहरी पानी की मांग पर किसानों का फूटा गुस्सा, कोटा कूच करने लगे तो लिया हिरासत में
कोटा। कोटा बैराज से चंबल की नहरों में पानी छोड़ने की मांग को लेकर कोटा कूच कर रहे करीब डेढ़ दर्जन...