મહેસાણા : મહેસાણા જિલ્લામાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે હાલના ત્રણ પાર્ટીઓ જોરસોરથી પ્રચાર કરી રહી છે.ત્યારે મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં મનભેદ જોવા મળ્યો છે જેમાં વિધાનસભા ચૂંટણીના દાવેદાર ગણાતા જી.એમ પટેલને ટિકિટ ન મળતા ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળી છે. જેણને લઈ આજે જી.એમ પટેલે કોંગ્રેસમાં કોઈ નોંધ ન લેતું હોવાનો આક્ષેપ કરી રાજીનામું ધરી દીધું હતું.

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના અબાલા ગામે રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી જી.એમ પટેલે આજે કોંગ્રેસ ના તમામ હોદ્દા પરથી રાજી નામું આપી પોતાની નારાજગી દર્શાવી છે.ત્યારે આજે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

જી.એમ પટેલે આ મામલે જણાવ્યું કે કોંગ્રેસની પોલિસીથી કંટાળી આજે મેં રાજીનામું આપ્યું છે.આજે રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ પણ ગયો છું.કાલે મહેસાણામાં પી.એમ મોદીની સભામાં પણ પાટણ,બેચરાજી,ચાણસ્માના કોંગ્રેસ ના કાર્યકરો પણ ભાજપમાં જોડાશે.તેમજ કોંગ્રેસને મહેસાણામાં જીતવાની ઈચ્છા પણ નહોતી મારો પરિવાર 50 વર્ષથી વધુ સમય ગાળાથી કોંગ્રેસ સાથે રહ્યા છીએ.

મહેસાણા વિધાનસભા સીટ પર કોંગ્રેસ પાર્ટી જી.એમ પટેલને ટિકિટ આપવાની ચર્ચાને લઈ ખુદ મહેસાણાના સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ આ મામલે જી.એમ પટેલ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો અને સ્થાનિક કોંગ્રેસ કાર્યકર્તાને વિધાનસભાની ચૂંટણી લડવા ટિકિટ આપવા માંગ કરતા કોંગ્રેસ મહેસાણાના પી.કે પટેલને આખરે ટિકિટ આપી જી.એમ પટેલને સાઈડ લાઈન કરી દીધા હતા. જોકે કોંગ્રેસ માં અગાઉથી મતભેદ જોવા મળતા કોંગ્રેસ ને મહેસાણા સીટ મા કેટલી સફળતા મળશે તે જોવાનું રહેશે.