હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વિક્રમસિંહ જે. રાઠોડને ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાના હસ્તે ડી.જી.પી. કમન્ડેશન ડિસ્ક અર્પણ કરાઈ પોલીસ મેળામાં ખુશીનો માહોલ હાલોલ નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાતા શ્રી વિક્રમસિંહ જે. રાઠોડ સાહેબને પોતાની ફરજના કામકાજને અનુલક્ષીને તેઓએ વર્ષ બદલ પોલીસ ખાતામાં બજાવેલ શ્રેષ્ઠ કામગીરીની સેવાઓ બદલ ગાંધીનગર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા સાહેબના વરદ હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલડી.જી.પી. કમન્ડેશન ડિસ્ક શ્રી વિક્રમસિંહજી રાઠોડને અર્પણ કરવામાં આવી હતી જેને લઈને ગૌરવપૂર્ણ ગણાતી ડી.જી.પી કમન્ડેશન ડિસ્ક હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વિક્રમસિંહજી રાઠોડને અર્પણ કરાતા હાલોલ સહિત પંચમહાલ જિલ્લાના પોલીસ બેડામાં ખુશી સાથે ગર્વની લાગણી છવાઈ જવા પામી છે જેમાં અગાઉ પણ રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વિક્રમસિંહજી રાઠોડને ડી.જી.પી. કમન્ડેશન ડિસ્ક મળવા બદલ જિલ્લા સહિત હાલોલના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ શુભેચ્છા પાઠવી હતી.