ખેડા જિલ્લાના ગામ અંઘાડી ખાતે આવેલ પગાર કેંદ્ર પ્રા.શાળા,નેપાલપુરાના પટાંગણમાં ભારત દેશના ૭૪ માં પ્રજાસત્તાક પર્વની દેશની આન બાન અને શાન જળવાઇ રહે તે રીતે કોમી એખલાસ, શાંતી અને ભાઇચારાના શાંતિ પુર્ણ દાતવરણમાં શાનદાર રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે સરકારશ્રીના બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત ગામની શ્રેષ્ટ ભણેલી દિકરી કુ.અમરીનબાનુ ઈકબાલભાઇ મનસુરીના વરદ હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી હતી આ પ્રસંગે કુ.અમરીનબાનુ ઇકબાલભાઇ મનસુરીને દીકરીની સલામ દેશને નામ અંતર્ગત શાળા પરીવાર તરફથી શિલ્ડ અને પ્રમાણપત્ર શાળાના આચાર્ય પ્રવિણભાઇ બી.પટેલ,એસ.એમ.સી સમિતિના અધ્યક્ષ યાસિનભાઇ શેખ,કાંતિભાઇ પટેલ,સલીમમિયાં શેખના વરદ હસ્તે એનાયત કરવામાં આવેલ હતું આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ દેશભક્તી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનુ સુંદર આયોજન કરવામાં આવેલ હતુ.જેમા મોટી સંખ્યામાં શાળાના બાળકોએ ભાગ લીધેલ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પ્રસંગે શાળાના આધાર્ય પ્રવિણભાઇ પટેલ, કુ.અમરિનબાનુ મનસુરીએ પ્રસંગને અનુરુપ પ્રાસંગિક પ્રવચન કરેલ આ કાર્યક્રમમાં વાલીઓ, ગ્રામજનો,શાળા પરિવારના શિક્ષક ભાઇઓ –બહેનો તથા શાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક બ્રિજેશભાઇ પટેલ અને અંબાલાલ વણકરે કર્યું હતું.અંતમાં આભારવિધી એસ.એમ.સી સમિતિના અધ્યક્ષ યાસિનભાઇ શેખે કરી હતી.
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર