રિપોર્ટ. લતીફ સુમરા 

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી સાગર બાગમાર સાહેબ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ- ભુજનાઓએ પોલીસ સ્ટેશનના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોઇ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા સાહેબનાઓ દ્રારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.

જે આધારે પો.ઇન્સ.શ્રી ડી.એન.વસાવાનાઓની સુચનાથી માનકુવા પોલીસ સ્ટેશનની ટીમ જગન્નાથ પુરી ઓડીશા ખાતે જઇ માનકુવા પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નં.૩૬૧/૨૦૨૩ એન.ડી.પી.એસ.એકટની કલમ-૮(સી), ૨૦(બી)(૨)(સી),૨૦ મુજબના ગુન્હા કામેનો આરોપી સશાંક સેખર દેબનાથ રહે.ચારીનાલા, પુરી, ઓડીશા રાજ્ય વાળો છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોઇ અને જેનુ નામદાર કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ-૭૦ મુજબનુ વોરન્ટ મેળવવામાં આવેલ હોઇ જેને ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન રીસોર્સીસની મદદથી જગન્નાથ પુરી ઓડીશા રાજ્ય ખાતેથી પકડી સદર ગુન્હા કામે અટક કરી માનકુવા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપીઃ-

સશાંક સેખર સ/ઓ જીબાન કૃષ્ણા દેબનાથ ઉ.વ.૪૯ રહે.ચારીનાલા, પુરી, રાજ્ય- ઓડીશા

કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓ :-

ઉપરોકત કામગીરીમાં પો.સબ.ઇન્સ.શ્રી એ.એન.ધાસુરા તથા પો.હેડ.કોન્સ. મહેશભાઇ વાળા તથા નરસિંહભાઇ દેસાઇ તથા પો.કોન્સ. વિનોદજી ઠાકોરનાઓ જોડાયેલ હતા.