મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત VCCI Expo 2023 નું ઉદ્દઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ એક્સપો ઉદ્યોગોને ટેક્નોલોજીના નવા આયામો, ભવિષ્યની તકો અને આંતરરાષ્ટ્રીય બજાર પૂરું પાડવામાં સબળ માધ્યમ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.