ખાનગી સ્કૂલોને શરમાવે તેવું શિક્ષણ ખંભાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા આપવામાં આવે છે.ભાલ પંથકની અગ્રેસર ગણાતી દહેડા પ્રાથમિક શાળામાં ગ્રામજનો અને આગેવાનોના સહયોગ થકી ૭૪માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.દહેડા પ્રા.શાળામાં અભ્યાસ કરી મેડિકલ ક્ષેત્રે ગામનું નામ રોશન કરનાર ગામની દીકરી ડૉ.પાયલબેન મકવાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ પ્રજાસત્તાક દિનની સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન દેશપ્રેમ, શિક્ષણ, અવનવા બોધપાઠ આપતી કૃતિઓ બાળકલાકારોએ અવનવા વેશ ધારણ કરી આગવી શૈલીમાં રજૂ કરી હતી.જે દરમિયાન ગ્રામજનોએ મનમૂકી નોટો ઉડાડી હતી.અને દાતાઓએ દિલથી દાન કર્યું હતું.તદ્દઉપરાંત સરકારી શાળા દહેડાની કામગીરી અને સેવાને બિરદાવી હતી.સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન પ્રાર્થના, સ્વાગતગીત, દેશભક્તિ ડાન્સ, દેશ પ્રેમ-માઇમ, ભવ્ય પીરામીડ, હાસ્ય નાટકો, સહિત અલગ અલગ દેશભક્તિથી રંગારંગ કૃતિઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી.મહેમાનો અને દાતાઓને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.દીકરી ડૉ. પાયલ મકવાણાને પણ ટ્રોફી સન્માનપત્ર અર્પી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.ગામના આગેવાન હર્ષદભાઈ રાઠોડ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ હતી.
આ પ્રસંગે ગામના ઉદેસંગભાઈ રાઠોડ, હર્ષદભાઈ રાઠોડ, અમુભાઈ ભરવાડ, લક્ષ્મણભાઈ, પ્રતાપભાઈ, વેલાભાઈ, સહિતના મોટી સંખ્યામાં ગામના આગેવાનો, વાલીઓ, યુવાનો, મહિલાઓ, યુવક, યુવતીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી બાળ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.તેજસ્વી તેમજ વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને રોકડ ઇનામ અને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
શાળાના આચાર્ય હિતેશભાઈ પરમારે શાળાની પ્રગતિ, કામગીરી અંગે માહિતગાર કર્યા હતા.આ ઉપરાંત નામી-અનામી સહયોગ આપનાર તમામ ગ્રામજનો સૌનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમનું સંચાલન શિક્ષક લાલજીભાઈ જાદવે કર્યું હતું.
(સલમાન પઠાણ-ખંભાત)
9558553368