ઉનાના સામતેર પ્રા.શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ગામમાં રહેતા યુવાનના આજની 26 તારીખે લગ્ન હોય વરરાજાએ લગ્ન કરવા જાય તે પહેલાં સવારે શાળાએ પહોંચ્યા હતા. અને શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોની હાજરીમાં રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ ઘોડે ચડી પરણવા ગયા હતા.સામતેર ગામે 26 જાન્યુઆરીના દિવસે ગ્રામ પંચાયત સંચારિક હાઈસ્કૂલ દ્વારા પ્રજા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના યોગેશ કનુભાઈ ગોહિલના લગ્ન હોય તેમની જાન ઉમેજ ગામે જવાની હતી. તેઓ લગ્ન પહેલાં સામતેર ગામની ગ્રામ પંચાયત હાઈસ્કૂલમાં રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ તેઓ ઉમેજ ગામે જાન જોડીને પ્રભુતામાં પગલાં પાડવા માટે જાન રવાના થઈ હતી. અને આ શાળામાં વરરજાએ બાળકોને 1,000 નો પ્રોત્સાહિત ઇનામ પણ આપ્યો હતો. રિપોર્ટર જહાંગીર બ્લોચ ઉના