ડીસા

                  (મેરૂજી પ્રજાપતિ)

 અફઘાનિસ્તાન જેવા પડોશી દેશો શો રૂમમાં મુકાયેલા મહિલાઓના પૂતળાઓના ચહેરા ઢાંકી સંકુચિત માનસિકતા પ્રગટ કરી રહ્યા છે. ત્યારે મારોદેશ મારા પ્રતિનિધિઓ મહિલા સશક્તિકરણ,કન્યાકેળવણી, ને પ્રોત્સાહન આપી રહ્યા છે. ઇશનિંદાના ઓથા હેઠળ અન્ય દેશમાં અપરાધ ઠેરવ્યો છે.ત્યારે અહીંયા વાણી સ્વંત્રતા અને સંપ્રદાય સ્વતંત્રતા થકી પોતાનો મત અને વિચાર પ્રગટ કરી શકે છે. આને કહેવાય સર્વોત્તમ પ્રજાસત્તાક લોકશાહી ... ભારત માતાકી જય..

ગુજરાતભરમાં ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઊપલક્ષય કરોડોના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતર્મુહત કરી પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રપટેલે પ્રજા કલ્યાણને સર્વોપરી ગણી પ્રજાલક્ષી કામ કરવા કટિબદ્ધતા વ્યક્ત કરેલ. રાષ્ટ્રના ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડીસાના ટીસીડી મેદાનમાં રંગે ચંગે ઉજવાયો હતો. 

રાજ્યના ઉદ્યોગ મંત્રી અને બનાસકાંઠાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતે રાષ્ટ્રધ્વજ લહેરાવી જણાવ્યું હતું કે ભારત એ વિશ્વની સૌથી મજબૂત લોકશાહી ધરાવે છે. ત્યારે દેશને આઝાદ કરવા માટે પૂ. મહાત્મા ગાંધી, સરદાર પટેલ સહિતના નામી અનામી સ્વાતંત્ર્યવીરોને નત મસ્તક શ્રદ્ધા સુમન પાઠવુ છુ, દેશની રક્ષા કરતા જવાનોને નમન કરૂ છુ, આપનો દેશ સહિત ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ આઉટ પુટ, સૌર ઉર્જા ઉત્પાદન સહિતની બાબતે દેશમાં અગ્રેસર રહ્યુ છે.તેમણે વડાપ્રધાનની ગ્રામીણ સડક યોજના, સ્વચ્છતા મિશન તેમજ રાજ્યના રોજગારી તથા કૌશલ્ય વિકાસ, સેવાસેતુ, પ્રગતિસેતુ, આરોગ્ય, મહિલા અનામત અને સશક્તિકરણ ઉર્જા સહિતની બાબતે રાજ્ય સરકારે કરેલ કામગીરીની વિગતે માહિતી આપી હતી. જ્યારે ભારત આગામી G20 સમિટ ની આગેવાની કરી સમગ્ર વિશ્વમાં છવાઈ જશે તે માટે તેમણે વડાપ્રધાનો આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમ પ્રસંગે મંત્રીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ.

તેમજ મંત્રીએ વિશિષ્ટ સિદ્ધિ ધરાવતી શાળા, ખેલાડી તથા શિક્ષકોનું સન્માન તથા પરેડ, ટેબ્લો તથા સાંસ્ક્રુતિક કાર્યક્રમના વિજેતાઓને તથા તમામ ભાગ લેનાર સંસ્થાઓને પુરસ્કાર એનાયત કર્યા હતા. 

આ કાર્યક્રમમાં સાંસદશ્રી પરબતભાઇ પટેલ,રાજ્ય સભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડિયા,ધારાસભ્યો શ્રીપ્રવીણ માળી, માવજીભાઈ દેસાઈ,અનિકેત ઠાકર, જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વાપ્નીલ ખરે,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિત નેતાઓ અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.ઉલ્લેખનીય છે.કે.૧૪૦કરોડની જન સંખ્યા ધરાવતો વિશ્વનો સૌથી મોટો પ્રજાસત્તાક દેશ છે. ત્યારે શિક્ષણ,સ્વાસ્થ્ય અને સુરક્ષાનો મજબૂત પાયો માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાખેલ છે. જો ભારતની ૧૪૦કરોડની વસ્તીમાંથી ૫૦% લોકો દરરોજ માત્ર એક રૂપિયો અને શ્રીમંતો ૧ થી લઈ દસ ઘણા કે યોગ્યતા અનુસાર સુરક્ષા ક્ષેત્રે અર્થ પ્રદાન કરે તો દિવસમાં ૫૦ થી ૧૦૦કરોડ સુધી પહોંચી શકાય અને વાર્ષિક ૨૫ હજાર થી પચાસ હજાર કરોડ સુધી ની સેના કલ્યાણ નિધિ સુરક્ષા હેતુ જમા થઈ શકે. પચીસ હજાર કરોડ રૂપિયા પાકિસ્તાનનું વાર્ષિક સંરક્ષણ બજેટ પણ નથી. વળી અફઘાનિસ્તાન જેવા પડોશી દેશો શો રૂમમાં મુકાયેલા મહિલાઓના પૂતળાઓના ચહેરા ઢાંકી સંકુચિત માનસિકતા પ્રગટ કરી રહ્યા છે. ત્યારે   

મારોદેશ મારા પ્રતિનિધિઓ મહિલા સશક્તિકરણ,કન્યાકેળવણી, ને પ્રોત્સાહન આપી રહ્યા છે. ઇશનિંદા ને અન્ય દેશમાં અપરાધ ઠેરવ્યો છે.ત્યારે અહીંયા વાણી સ્વંત્રતા અને સંપ્રદાય સ્વતંત્રતા થકી પોતાનો મત અને વિચાર પ્રગટ કરી શકે છે. આને કહેવાય સર્વોત્તમ લોકશાહી... ભારત માતાકી જય..