હાલોલ તાલુકાના કંજરી ગામ પાસે આવેલા રાજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના એક દરવાજા પાસે બે કપીરાજો (વાનરો) વચ્ચે ભયાનક લોહિયાળ જંગ ખેલાયો હતો જેમાં એક કપિરાજે બીજા કપિરાજ ઉપર જીવલેણ હુમલો કરી તેના શરીરે ભયંકર બચકા  ભરી લોહી લુહાણ કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા તે કપીરાજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેમાં ઇજાગ્રસ્ત થયેલા કપિરાજ પાછળ કુતરાઓ પણ પડી તેને નુકસાન પહોંચાડવા માટેનો પ્રયાસ કરતા હતા જેને લઈને તે કપિરાજ કેનાલ પાસે આવેલ એક જાડી ઝાંખરથી ભરેલા તળાવની વચ્ચે ઈજા ગ્રસ્ત હાલતમાં ઘૂસી ગયો હતો જેમાં બનાવ અંગેની જાણ વન વિભાગ સહિત પંથકમાં જાનવરોના ઉત્થાન અને બચાવની કામગીરી કરતી નેચર સેવીંગ ફાઉન્ડેશનની ટીમને કરવામાં આવતા નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમના જયેશ કોટવાળ,મયુરધ્વજસિંહ તેમજ પ્રવીણસિંહ સહિતની ટીમના માણસો તાત્કાલિક નર્મદા કેનાલ ખાતે દોડી આવ્યા હતા અને કપિરાજને હેરાન કરતા કુતરાઓને ત્યાંથી ભગાવી તળાવની પાસેના જાડી ઝાંખરમાં ફસાઈ ગયેલા કપીરાજનું ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યું કરી તેને તાત્કાલિક સારવાર માટે પશુ દવાખાને લઈ જવા માટેની તજવીજ હાથ ધરી હતી પરંતુ સારવાર મળે તે પહેલા જ રસ્તામાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલા કપીરાજનું કરુણ મોત નિપજ્યું હતું જેમાં મોતને ભેટેલા કપિરાજની નેચર સેવીંગ ફાઉન્ડેશનની ટીમના જયેશ કોટવાળ, મયુરધ્વજસિંહ અને પ્રવિણસિંહે સન્માનપૂર્વક અંતિમ વિધિ દફનવિધિ કરી હતી અને માનવતાને મહેકાવી માનવતાનો શ્રેષ્ઠ દાખલો બેસાડ્યો હતો.