74માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજરોજ વલસાડ જીલ્લાના નાના પોન્ડા ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય પ્રસંગે વલસાડ જીલ્લામાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસના 108, MHU, 1962, ખિલખિલાટ, તથા 181 મહિલા અભયમ પ્રોજેકટ ના 8 જેટલા કર્મઠ સ્ટાફને માનનીય મંત્રીશ્રી મુકેશ પટેલના હસ્તે અવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવામાં EMT પ્રિયંકા પટેલ તથા EMT ધર્મીસ્થા ને બેસ્ટ ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન ના એવોર્ડ આપવામાં આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ પાઈલોટ નિલેશ ચૌહાણ ને પણ બેસ્ટ પાઈલોટ નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સ સેવામાં કપરાડા-૩ (માંડવા) લોકેશનને એવોર્ડ આપવામાં આવ્યો હતો. EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ની MHU (મોબાઈલ હેલ્થ યુનિટ) પ્રોજેકટ માંથી બેસ્ટ મેડિકલ ઓફિસર નો એવોર્ડ ડૉ. દિપાલી પટેલ ને આપવામાં આવ્યો હતો. તે ઉપરાંત MHU પ્રોજેકટ માં બેસ્ટ લેબ ટેક્નિશિયન માટે મિતાલી રાવત, બેસ્ટ ફાર્માસિસ્ટ કલ્પેશ ભોયા, બેસ્ટ પેરામેડીક જિનલ પટેલ ને પણ એવોર્ડ આપવામાં આવ્યા હતા. EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ની પશુપાલન સાથે સંકળાયેલી સેવા એવી 1962 કરુણા એમ્બ્યુલન્સ તથા 10 MVD (મોબાઈલ વેટનરી ડિસ્પેનરી) ને પણ બે એવોર્ડ આપવામાં આવ્યા હતા જેમાં બેસ્ટ વેટનરી મેડિકલ ઓફિસર નો એવોર્ડ ડૉ. હાર્દીક પટેલને તથા બેસ્ટ દ્રાઈવર કમ ડ્રેસરનો એવોર્ડ ધવલ આહીરને આપવામાં આવ્યા હતા. તમામ એવોર્ડ વિજેતાઓને માનનીય મંત્રીશ્રી મુકેશ પટેલ, વલસાડ જિલ્લા કલેકટર શ્રી ક્ષિપ્રા અગ્રે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મનીષ ગુરવાની ના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યા હતા અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ના તમામ પ્રોજેકટને બીરદાવવામાં આવ્યા હતા.
અત્રે નોંધનીય છે કે હાલ વલસાડ જિલ્લામાં કુલ 24 જેટલી 108 એમ્બ્યુલન્સ, 10 ખિલખિલાટ એમ્બ્યુલન્સ, 16 MHU એમ્બ્યુલન્સ, MVD અને કરુણા એમ્બ્યુલન્સ તથા 1 મહિલા અભયમ 181 કાર્યરત છે. પ્રજાસતાક દિનની ઉજવણી અને એવોર્ડ સમારંભ પ્રસંગે દક્ષિણ ગુજરાત (વલસાડ, નવસારી અને ડાંગ) ના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર , વલસાડ જિલ્લાના ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝીક્યુટીવ વિજય ગામીત, mhu પ્રોગ્રામ કોઓરડીનેટર નિમેષ પટેલ તથા MVD પ્રોજેકટ કોઓરડીનેટર સંજય ધોલા હાજર રહ્યા હતા અને સ્ટાફનો ઉત્સાહ વધાર્યો હતો.